________________ સાત વ્યસન અને સાત અભક્ષ્યના ત્યાગનો ઉપદેશ તત્કાળ તે તાપસે “હું યાદવોનો તથા તેના નગરનો દાહ કરનાર થાઉં.” એવું હું ન નિયાણું કર્યું. તે સાંભળી બળરામ અને કૃષ્ણ તેની પાસે આવ્યા અને પ્રણામ કર્યા. ત્યારે તાપસ બોલ્યો કે “હું તમારા બે વિના બીજા સર્વને હણીશ.” બળરામ અને કૃષ્ણ ઘણુ સમજાવ્યા પણ સમજ્યા નહીં. અનુક્રમે તે મૃત્યુ પામી અગ્નિકુમાર દેવ થયો. તરત જ તે نتی inert" : ક્રોધાયમાન થઈને યાદવપુરીને દહન કરવા આવ્યો. તે સમયે નગરના લોકોએ બાર વર્ષ સુધી આયંબિલ વ્રત કર્યું. તેથી તે તેમનો પરાભવ કરી શક્યો નહીં. પછી લોકો પ્રમાદી થઈ ગયા. તે અવસરનો લાભ લઈ તેણે આખી દ્વારકાનગરી બાળી નાખી. બળરામ અને કૃષ્ણ જીવતા બહાર નીકળ્યા. રોહિણી, દેવકી અને વસુદેવ નગરના દરવાજા નીચે દબાઈને મૃત્યુ પામી સ્વર્ગે ગયા. એમ સંભળાય છે કે, “મથી અંઘ થયેલા એવા સાંબે સર્વ યાદવકુળને હણી નાખ્યું અને પિતાની નગરીને પણ બાળી રાખ કરી; અર્થાત તેના કારણભૂત થયા.” -શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૩ના આઘારે (પૃ.૯૨) દારૂથી ભાન ભૂલી માણસ બીજા વ્યસનપણ સેવે. બ્રાહ્મણનું દૃષ્ટાંત - “એક બ્રાહ્મણ કાશીથી ભણીને પોતાને ગામ જતો હતો. રસ્તામાં એક ભીલોની પલ્લી આગળથી જવાનું હતું. ત્યાં ભીલો દારૂ પીને, નશો ચઢેલો હોવાથી ગાંડા જેવા થઈ ઊભા હતા. તેમણે તે બ્રાહ્મણને દીઠો એટલે બોલ્યા કે મહારાજની મહેમાનગીરી કરો. એમ કહી બઘા ચારે બાજુ ફરી વળ્યા અને કહે કે “તમને જવા નહીં દઈએ. કાં તો માંસનું મિષ્ટાન્ન 411