________________ આજ્ઞાભક્તિ દ્વારિકાના દહનનું નિમિત્ત દારૂ દ્વૈપાયન તાપસનું દૃષ્ટાંત - “સર્વ અભક્ષ્યમાં પ્રથમ મદ્યનું ગ્રહણ, તેને = સર્વથી મહાઅનર્થના હેતુભૂત જાણીને તેનું વર્ણન કરેલું છે. તે વિષે શાસ્ત્રમાં કહ્યું છે કે “મદ્ય દુર્ગતિનું મૂળ છે અને તે લજ્જા, લક્ષ્મી, બુદ્ધિ અને ઘર્મનો નાશ કરનારું છે.” વળી કહ્યું છે કે-“મદ્યપાન વડે ઉન્મત્ત થયેલો પુરુષ બાળા, યુવતિ, વૃદ્ધા, બ્રાહ્મણી અને ચંડાલણી ગમે તેવી પરસ્ત્રીને પણ સેવે છે. એક વખત કૃષ્ણ વાસુદેવે શ્રી નેમિનાથને પૂછ્યું કે “સ્વામી! આ મારી નગરીનો વિનાશ શા વડે થશે?' પ્રભુ બોલ્યા- “મદિરાથી'. તે સાંભળી કુણે આખા નગરમાંથી મદિરાને કઢાવી નાખી. એક વખતે શાંબ અને પ્રદ્યુમ્ન બંને દૂર વનમાં ગયા, ત્યાં મદિરા જોઈને તેનું પાન કર્યું. પછી મદવિહ્વળ થઈ તેમણે દ્વૈપાયન તાપસને બાંધ્યો ને માર્યો. કરે 410