________________ સાત વ્યસન અને સાત અભક્ષ્યના ત્યાગનો ઉપદેશ રાજાએ જ્યારે આ વાત સાંભળી ત્યારે ત્યાં આવી ચાંડાલને સન્માનિત કર્યો. આવા અહિંસા વ્રતનો મહિમા જોઈને બીજાને નહીં સતાવાની ઘણાએ પ્રતિજ્ઞા કરી. દારૂનું વ્યસન “દારૂડિયો માતાને કાન્તા ગણી, કુચેષ્ટા કરતોજી, શેરીમાં મુખ ફાડી સૂવે, થાન-મૂત્ર પણ પીતોજી. વિનય અર્થ - ત્રીજું વ્યસન દારૂ છે. દારૂડિયો ભાન ભૂલી પોતાની માતાને, પોતાની સ્ત્રી ગણીને કુચેષ્ટા કરવા લાગી જાય છે. દારૂના નશામાં ગરકાવ થઈ શેરીમાં મુખ ફાડીને સૂઈ જાય છે. તેના મોઢામાં કૂતરા પણ મૂતરી જાય છે. એવી દુર્દશામાં ત્યાં પડ્યો રહે છે. ./11|| ઘર્મ, અર્થ ને કામ ગુમાવે આ ભવમાં પણ દારૂજી, પરભવમાં બહુ દુઃખો દેશે; કામ કરે શું સારુંજી? વિનય અર્થ - દારૂના વ્યસનને લઈ પ્રાણી આ ભવમાં ઘર્મ, અર્થ અને કામ પુરુષાર્થને ખોવે છે, અર્થાત્ કોઈ પણ કાર્યમાં એનું ચિત્ત ચોંટતું નથી. તથા દારૂમાં રહેલ અસંખ્યાત જીવોની તે હિંસા કરે છે તેથી આવા વ્યસન પરભવમાં પણ તેને બહુ દુઃખ આપનાર થાય છે. આવા વ્યસનો સેવી મનુષ્યભવ પામીને તે પ્રાણી શું સારું કામ કરે છે; કંઈ જ નહીં. માત્ર સંસાર વઘારીને અહીંથી જાય છે.” 12aaaa -પ્ર.વિ.ભાગ-૧ (પૃ.૪૨૧) દારૂ પીધેલા માણસની દુર્દશા જેમ વિદ્વતાએ કરી સુંદર માણસની પણ દૌર્ભાગ્યના કારણથી સ્ત્રી ચાલી જાય છે, તેમ મદિરાપાન કરવા વડે કરી બુદ્ધિ દૂર ચાલી જાય છે. મદિરાપાનથી પરાધીન થયેલ ચિત્તવાળા પાપી મનુષ્યો પોતાની માતાની સાથે સ્ત્રીની માફક વર્તન કરે છે. અને સ્ત્રીની સાથે માતાની માફક વર્તન કરે છે. મદ્યથી ચલિત ચિત્તવાળાઓ પોતાને અને પરને જાણી શકતા નથી. તેથી પોતે નોકર છતાં પોતાને સ્વામી માફક ગણે છે અને પોતાના સ્વામીને કિંકરની માફક ગણે છે. કદાચ મડદાની માફક મેદાનમાં પડેલા ઉઘાડા મુખવાળા મદિરા પીવાવાળા માણસના મુખમાં છિદ્રની શંકાથી કૂતરાંઓ પણ મુતરે છે. મદ્યપાનના રસમાં મગ્ન થયેલો બજારમાં પણ નગ્નપણે સૂવે છે અને એક સેજસાજમાં પોતાના ગૂઢ અભિપ્રાયને-છાના વિચારોને બોલી નાખે છે. વિચિત્ર પ્રકારના ચિત્રોની રચના ઉપર કાજળ ઢોળાવાથી જેમ ચિત્રો નાશ પામે છે તેમ દારૂ પીવાથી કાંતિ, કીર્તિ, બુદ્ધિ અને લક્ષ્મી ચાલી જાય છે. મદિરા પીવાવાળો ભૂતથી પીડાયેલાની માફક નાચે છે; શોકવાળાની માફક રડ્યા કરે છે અને દાહજ્વરથી પીડાયેલાની માફક જમીન ઉપર આળોટ્યા કરે છે. મદિરા શરીરને શિથિલ કરી નાખે છે.” -યોગશાસ્ત્ર (પૃ.૧૪૩) 409