________________ આજ્ઞાભક્તિ આઠ દિવસનો ઉત્સવ રાખ્યો હતો. રાજાએ આજ્ઞા કરી કે આખા નગરમાં કોઈએ જીવહિંસા કરવી નહીં. પરંતુ રાજપુત્ર માંસાહારી હતો તેથી છૂપી રીતે પોતાના * બગીચામાં એણે મેંઢાને મારી નાખ્યો. તે માળીએ જોઈ લીધું. માળીએ રાત્રે પોતાની સ્ત્રીને વાત કરી તે ગુપ્તચરે સાંભળી લીધી અને તેણે આ વાત રાજાને કરી. રાજાની આજ્ઞાનો ભંગ થવાથી તેને ન્યાયની રક્ષા માટે પ્રાણદંડની સજા આપી. રાજપુત્રને શૂળી ઉપર ચઢાવા માટે ચાંડાલને બોલાવવા સિપાઈ ગયો. યમપાલ ચાંડાલને એક દિવસે સાપે ડંસ માર્યો તેનું વિષ ચઢવાથી તે બેહોશ થઈ ગયો. ઘરના લોકો એ મરી ગયો એમ સમજી સ્મશાનમાં મૂકી આવ્યા. ત્યાં એક મુનિરાજ તપસ્યા કરતા હતા. તેમનું શરીર તપના પ્રભાવથી ઔષઘીરૂપ થયું હતું. તેથી તેમના શરીરને સ્પર્શ કરીને પવન જેના શરીરને લાગે તે નીરોગી થઈ જાય. એ મુનિરાજના પ્રભાવથી ચાંડાલનું વિષ ઊતરી ગયું અને નીરોગી થઈ ગયો. મુનિને નમસ્કાર કરી તેમની પાસેથી વ્રત લીધું. ચૌદસના દિવસે જીવહિંસા નહીં કરું. દેવયોગે ચૌદસને દિવસે જ સિપાઈઓને આવતા જોઈ ચાંડાલ છૂપાઈ ગયો અને પોતાની સ્ત્રીને કહ્યું કે–તું એમ કહેજે કે એ બીજે ગામ ગયા છે. સિપાઈઓએ કહ્યું કે-ચાંડાલ અભાગિયો છે. કારણ રાજપુત્રને મારવાથી બહુમૂલ્ય દાગીના મળવાના હતા પણ આજે જ બીજે ગામ ગયો. ચાંડાલની સ્ત્રીએ એ સાંભળીને છૂપાઈ રહેલા ચાંડાલને બતાવી દીધો. સિપાઈઓએ તેને પકડી રાજાની સામે હાજર કર્યો. ચાંડાલે ચૌદસના વ્રતના કારણે રાજપુત્રને મારવાની રાજાને મનાઈ કરી. રાજાએ વિચાર્યું કે રાજપુત્ર અને ચાંડાલ બેય મળેલા હશે તેથી આ બહાના કાઢે છે, વ્રત નહીં હોય. માટે બન્નેના હાથપગ બાંધી મગરમચ્છથી ભરેલા તળાવમાં નાખી દીઘા. લોકોએ આશ્ચર્યપૂર્વક જોયું તો જળની ઉપર ચાંડાલ સિંહાસન પર આનંદથી બેઠો છે, વાજાં વાગે છે અને જયધ્વનિ થઈ રહી છે. 408