________________ સાત વ્યસન અને સાત અભક્ષ્યના ત્યાગનો ઉપદેશ તંદુલ મત્સ્યની કથા આ પ્રમાણે સંક્ષેપમાં છે. કાકંદીપુરીમાં સૂરસેન નામનો 'E . રાજા હતો. તે માંસભક્ષી હોવાથી નિરંતર માંસ ખાવાનો અતિ લોલુપી હતો. તેનો ) પિતૃપ્રિય નામનો રસોઈઓ તેને દરરોજ અનેક જીવોને મારીને માંસ ભક્ષણ કે કરાવતો હતો. તેને સર્પ ડસવાથી તે મરીને સ્વયંભૂરમણ સમુદ્રમાં મહામસ્ય થયો. રાજા સૂરસેન પણ મરીને તે મહામત્યના કાનમાં તંદુલ (ચોખા જેવડો) મત્સ્ય થયો. ત્યાં મહામસ્યના મોંમાં ( 2 0 0/ આ જ છે - , અનેક જીવો આવે અને નીકળી જાય; તે જોઈ તંદુલ મત્સ્ય વિચારે કે આ મહામસ્ય નિર્માગી છે કે મુખમાં આવેલ જીવોને જીવતા નીકળી જવા દે છે અને ખાઈ જતો નથી. મારું શરીર જો આટલું મોટું હોય તો સમુદ્રના બધા જીવોને ખાઈ જાઉં, એકને પણ જીવતો નીકળી જવા દઉં નહીં. આવી હિંસાની ભાવનાથી એક પણ જીવને ખાઘા વિના પણ તે સાતમી નરકમાં ગયો. મહામસ્ય તો હિંસા કરનાર હતો તેથી તે તો મરીને સાતમી નરકે ગયો પણ તંદુલ મત્સ્ય હિંસા કર્યા વગર પણ હિંસાના ભાવ કરવાથી સાતમી નરકમાં ગયો. માટે ભાવ શુદ્ધ કરવા, દુર્ગાન તજવા ઉપદેશ છે. સૂરસેન રાજા પૂર્વ ભવના પુણ્યથી રાજા થયો હતો. પણ આત્મજ્ઞાનરૂપ ઘર્મ નહિ હોવાથી પુણ્ય પૂરાં કરી, વળી પાપ કરી તેને નરકાદિમાં ભમવું પડ્યું. માટે પુણ્યનો જ પક્ષ ન રાખતાં આત્મજ્ઞાનરૂપ ઘર્મ પામવાનો લક્ષ રાખી ભાવ શુદ્ધ કર્તવ્ય છે.” -અષ્ટપ્રાભૃત (પૃ.૧૧૩) ચૌદસના દિવસે હિંસાનો ત્યાગ યમપાલ ચાંડાલનું દ્રષ્ટાંત - પોદનપૂર નામના નગરમાં મહાબલ નામે રાજા હતો. તેણે 407