________________ આજ્ઞાભક્તિ મહારાજ શ્રી હીરવિજયસૂરિને તેનું ભેટણું કર્યું. -ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભા.૩ (પૃ.૩૩) રાજાએ માંસનું સ્મરણ થતાં કરેલ પ્રાયશ્ચિત્ત - કુમારપાળ રાજાનું દૃષ્ટાંત - એક વખતે કુમારપાળ ઘેબર જમતો હતો, તેવામાં તેને કાંઈક મળિતાપણાથી પૂર્વે કરેલું માંસ ભક્ષણ યાદ આવી ગયું. એટલે તત્કાળ ખાવું બંઘ કરી સૂરિ પાસે જઈને પૂછ્યું કે “સ્વામી! અમારે ઘેબરનો આહાર કરવો ઘટે કે નહીં?” ગુરુ બોલ્યા–“તે વણિક અને બ્રાહ્મણને ઘટે, પણ અભક્ષ્યનો નિયમ રાખનારા ક્ષત્રિયને ઘટે નહીં, કારણ કે તે ખાવાથી પૂર્વે કરેલા નિષિદ્ધ (માંસ) આહારનું સ્મરણ થઈ આવે છે.” ગુરુની કહેલી આ વાત કુમારપાળે સ્વીકારી પરંતુ પૂર્વે કરેલા માંસભક્ષણનું સ્મરણ કરતાં બત્રીશ ગ્રાસ ભર્યા હતા છે જે છે S તેના પ્રાયશ્ચિત્તમાં એક સાથે ઘેબરના વર્ણ સહ્રશ બત્રીશ વિહારો કરાવ્યા. -ઉ.પ્રા.ભા. ભા.૧ (પૃ.૩૦) હિંસા કરવાના ભાવ માત્રથી સાતમી નરકમાં ગયો તંદુલમલ્યનું દ્રષ્ટાંત - તંદુલમસ્ય જેવો નાનો જીવ પણ અશુદ્ધ ભાવો વડે સાતમી નરકમાં જઈ પડ્યો તો મોટો જીવ તો તેવા ભાવોથી નરકમાં જાય જ એમાં નવાઈ શી? માટે અશુદ્ધ ભાવ તજી શુદ્ધ ભાવ કરવાનો ઉપદેશ છે. ભાવ શુદ્ધ થાય તો પોતાનું અને પરનું સ્વરૂપ જાણવામાં આવે. તે સ્વરૂપજ્ઞાન, જિનદેવની, જ્ઞાની ભગવાનની આજ્ઞાની ભાવના નિરંતર ભાવે તો થાય. માટે જ્ઞાનીની આજ્ઞા અનુસાર આત્મભાવના નિરંતર કર્તવ્ય છે. 406