________________ સાત વ્યસન અને સાત અભક્ષ્યના ત્યાગનો ઉપદેશ ગુરુનાં આવા વચન સાંભળી બાદશાહે પડહની ઘોષણાથી સર્વ સ્થાને હિંસા કરવાનો પ્રતિષેધ કર્યો અને પ્રાતઃ તેઓ બન્ને એકલા કિલ્લા પાસે જવા ચાલ્યા. તે જોઈ કેટલાક નિંદક પ્લેચ્છો કહેવા લાગ્યા કે “આ કાફર હિંદુ અકબરને શત્રુના હાથમાં સોંપી દેશે.” અહીં વાચકેંદ્ર ગુરુએ કિલ્લા પાસે આવી એક ફૂંક મારવા વડે બઘી ખાઈ રજથી પૂરી દીઘી, બીજી ફૂંકે શત્રુના સૈન્યને ખંભિત કરી દીધું અને ત્રીજી ફૂંકે ઘાણીની જેમ દરવાજા ફૂટીને ઊઘડી ગયા. અકબર બાદશાહે આશ્ચર્ય પામીને તે નગરમાં પોતાની અખંડ આજ્ઞા પ્રવર્તાવી. પછી ગુરુ પાસે આવીને કહ્યું કે–હે પૂજ્ય! મને કાંઈક પણ કાર્ય બતાવવાનો અનુગ્રહ કરો.” તે વખતે સૂરિએ બાદશાહના રાજભંડારમાં પ્રતિવર્ષ જજીઆવેરાના કરનું ચૌદ કોટિ દ્રવ્ય આવતું હતું તે માફ કરવાની માગણી કરી અને કહ્યું કે –“તમે હંમેશાં સવાશેર ચકલીની જીભ ખાઓ છો તે વગેરે હવેથી માંસ ખાવું બંધ કરો અને શત્રુંજયગિરિ પર જનારા મનુષ્ય દીઠ એક સોનૈયાનો કર લેવાય છે તે માફ કરો. તેમજ છ માસ સુધી અમારી પ્રવર્તાવો. તે છ માસ આ પ્રમાણે તમારો જન્મ માસ, પર્યુષણ પર્વના બાર દિવસ, બઘા રવિવાર, 12 સંક્રાતિઓની 12 તિથિઓ, નવરોજનો (રાજા) મહિનો, ઈદના દિવસો. મોહરમના દિવસો અને સોફિઆનના દિવસો.” બાદશાહે એ ચારે વાત કબૂલ કરી અને તેના ફરમાનો મહોર છાપ સાથે તરત કરાવીને વાચકેંદ્રને અર્પણ કર્યા. વાચકેંદ્ર પોતાના ગુરુ . 405