________________ આજ્ઞાભક્તિ જુગારીનું વ્યસન કેવી રીતે બુદ્ધિને બગાડે છે કે પોતાની રાણી હોવા છતાં કાળી કલુટી કુરૂપા ભીલડીને લેવાની ભાવના થઈ અને રાજા હોવા છતાં બધું ખોઈને કેવા દુઃખ આ ભવમાં ભોગવવા પડ્યાં અને પરભવમાં દુર્ગતિમાં જવું પડ્યું માટે જ મહાપુરુષો, આપણો આત્મા નરક, તિર્યંચ ગતિમાં ન જાય તેના માટે આ સાતેય વ્યસનોની પ્રથમ પ્રતિજ્ઞા લેવડાવે છે. એ એમનો પરમોપકાર કોઈ રીતે ભુલાય એવો નથી. માંસનું વ્યસન “નિરંતર જંતુ જ્યાં ઊપજે, પ્રાણી હણી જન લાવેજી, જોતાં, અડતાં ચઢે ચીતરી, કોણ માંસ મુખ ચાવેજી?” વિનય અર્થ - બીજાં વ્યસન માંસ છે. જેમાં નિરંતર જંતુઓની ઉત્પત્તિ થયા કરે છે. પ્રાણીઓને મારી જે લાવે છે. એવા માંસને જોતાં કે અડતાં જ ચીતરી ચઢે, તો એવો કોણ મૂર્ખ હોય કે જે એને મુખવડે ચાવે. નિર્દયી માણસો આવા કામ કરી દુર્ગતિને પામે છે. I10 -પ્ર.વિ.ભા.૧ (પૃ.૪૨૧) નરકના માર્ગમાં ભાથા સમાન માંસનું કોણ ભક્ષણ કરે? પ્રાણીઓને માર્યા બાદ તત્કાળ ઉત્પન્ન થતા અનંત જંતુઓના સમૂહથી દૂષિત થયેલું અને નરકના માર્ગમાં પાથેય તુલ્ય માંસનું કયો બુદ્ધિમાન માણસ ભક્ષણ કરે? અર્થાત્ ન કરે.” યોગશાસ્ત્ર (પૃ.૧૪૮) અકબરને માંસાહાર છોડાવી વર્ષમાં છ મહિના હિંસા બંઘ કરાવી અકબરનું દૃષ્ટાંત - “એક વખતે અકબર બાદશાહ અટકદેશના રાજાને જીતવા જતાં એક દિવસમાં બત્રીશ કોશની મજલ કરી. ત્યાંથી આગળ ચાલી અનુક્રમે અકબર બાદશાહે અટકદેશના રાજાના નગર ઉપર ઘેરો ઘાલ્યો. ત્યાં બાર વર્ષ સુધી લશ્કરનો પડાવ રાખ્યો, તો પણ તેનો કિલ્લો અકબરને તાબે થયો નહીં. એક વખતે કાઝીઓ, મુલ્લાઓ અને મુસલમાનોએ મળી બાદશાહને કહ્યું કે “હે અકબર બાદશાહ! તું હંમેશાં કાફર એવા શ્વેતાંબરીનો સંગ કરે છે તેથી આ કિલ્લો લેવાતો નથી એમ જણાય છે. બાદશાહે આ વૃત્તાંત ગુરુને જણાવ્યો. ગુરુ બોલ્યા- “જે દિવસે કિલ્લો લેવાની તમારી ઇચ્છા થાય તે દિવસ કિલ્લો લઈએ પણ તમારે બધું સૈન્ય છાવણીમાં રાખવું અને આપણે બન્નેએ જ ત્યાં જવું. તેમજ તે દિવસે નગરની બહાર કે અંદર કોઈએ બિલકુલ હિંસા કરવી નહીં.” 404