________________ સાત વ્યસન અને સાત અભક્ષ્યના ત્યાગનો ઉપદેશ ભારથી મગર વઘારે ચાલી શક્યો નહીં. એટલે કાંઠા ઉપર આવીને પડ્યો. ઢીમર લોકોએ તેને પકડીને ચીર્યો, એટલે તેના ઉદરમાંથી રાજા નીકળ્યો. તેને LT 'T F કિ A /// 1 / શીતલ પવનથી સંજ્ઞા આવી. એટલે ઢીમર લોકોએ તેને પોતાને ઘેર દાસ કરીને રાખ્યો. એક વખતે રાજા મત્સ્ય લેવાને નદીમાં પેઠો, ત્યાં નદીના પૂરમાં તણાઈ જવાથી મૃત્યુ પામ્યો અને દુર્ગતિએ ગયો. અહીં રાણી કૂવામાં પડી હતી તેને કોઈ મુસાફરોએ કૂવામાંથી કાઢી. તે મુસાફરોના સાર્થપતિએ તેને કહ્યું તું કોણ છે? એમ પૂછ્યું એટલે તેણીએ પોતાનું વૃત્તાંત જે યથાર્થ હતું તે કહી બતાવ્યું. તેથી તેણે પોતાની પાસે તેને બહેન કરીને રાખી. | નદીને કાંઠે જે રાજકુમાર રહ્યો હતો તેને કોઈ વિદ્યાધરી વૈતાઢ્ય પર્વત ઉપર લઈ ગઈ; અને તેને ઘણી વિઘાઓ શીખવીને અનુક્રમે તેના પિતાના રાજ્ય ઉપર બેસાડ્યો. તે સાથે સાર્થવાહ ફરતો ફરતો રાણીના રાજ્યમાં આવ્યો ત્યાં પુત્રે માતાને ઓળખી અને પગે પડ્યો. પછી માતાને સુખી કરી. -ઉ.પ્રા.ભા.ભાગ-૨ (પૃ.૨૨૨) 403