________________ આજ્ઞાભક્તિ fe ક થઈ દુઃખી થયા છે, તેથી સર્પ જેમ કાંચળીને છોડી દે તેમ તમે જુગારને છોડી દો.' ઇત્યાદિ વચનો વડે બહુ નિવાર્યા, તોપણ રાજાએ જુગાર છોડ્યો નહીં. એક વખતે રાજા તેના નાના ભાઈ સાથે જુગાર રમતાં રાજ્ય હાર્યો. રાજ્યપાટ હારવાથી અનુજબંધુએ તેને નગરની બહાર કાઢી મૂક્યો. V (((@DDD SSC TOR) ગજી BIDY રાજા, રાણી અને એક કુમારને લઈને અરણ્યમાં ચાલી નીકળ્યો. માર્ગે જતાં કોઈ ભીલની સાથે એવી શરત કરી કે - “જો હું જીતું તો તારી સ્ત્રી લઉં અને હારું તો માથુ આપું. આવી પ્રતિજ્ઞા કરી જુગાર રમ્યો, તેમાં રાજા જીત્યો. એટલે જાણે કાજળથી બનાવી હોય તેવી કાળી અને દુર્ભાગ્યથી નિર્માણ કરેલી હોય તેવી કુરૂપા ભીલડીને લઈને રાજા આગળ ચાલ્યો. માર્ગે ચાલતાં નીચ ભીલડીને વિચાર થયો કે, “આ રાણી મારી પત્ની (શોક્યો હોવાથી મારી વૈરિણી છે, માટે તેને મારી નાંખુ તો સુખ થાય.' એવો વિચાર કરી જળ ભરવાનું મિષ કરી રાણીને કૂવા પાસે લઈ જઈ કૂવામાં નાખી દીધી અને પુરંદરરાજા પાસે આવીને કહ્યું કે, “તમારી રાણી તો કોઈ બીજા પુરુષને લઈને ચાલી ગઈ.” રાજા તેના વિયોગથી ઘણો ખેદ પામ્યો. પછી ભીલડી અને કુમારને લઈને માર્ગે ચાલ્યો. માર્ગમાં એક મોટી નદી આવી. ભીલડી અને કુમાર બન્નેને એક સાથે નદી ઉતારવાને અસમર્થ હોવાથી પ્રથમ ભીલડીને લઈને રાજા નદીમાં પેઠો. ત્યાં કોઈ મગર રાજાને ગળી ગયો, અને ભીલડી નદીમાં તણાઈ જવાથી મૃત્યુ પામી. રાજાના 402