SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ‘બિન સદ્ગુરુ કોય ન ભેદ લહે, મુખ આગલ હૈ કહ બાત કહે?”..... વિહાર કરીને વાચનાએ કરી (ઉપદેશ આપવાવડે) સર્વ શ્રમણસંઘને બોઘ કરતા 6 ક. હતા. તે આચાર્ય પાંચ સમિતિ અને ત્રણ ગતિથી યુક્ત હતા, અને સર્વ સંયોગમાં જ અનિત્યાદિક બાર ભાવના ભાવતા હતા. તે વિહારના ક્રમે કરીને એકદા એક મોટા વનમાં આવ્યા. તે વન અનેક લતા વગેરેએ કરીને નીલવર્ણ લાગતું હતું, અને તેમાં અનેક પક્ષીઓના સમૂહે નિવાસ કરેલો હતો. તે વનની પુષ્ય, પત્ર અને ફળની લક્ષ્મી (શોભા) જોઈને સર્વ મુનિઓ પ્રત્યે આચાર્ય બોલ્યા કે “હે નિગ્રંથો! Hક કા? આ પત્ર, પુષ્પ, ગુચ્છ, ગુલ્મ અને ફળોને જુઓ. છે તેમાં રહેલા જીવો ચૈતન્યલક્ષણરૂપ અનન પ . રિ , શક્તિવાળા છતાં તેને આવરણ કરીને રહેલા જ્ઞાનાવરણ, દર્શનાવરણ, ચારિત્રમોહની, મિથ્યાત્વમોહની અને અંતરાયકર્મના ઉદયે કરીને દાનાદિક કાંઈ પણ ન થઈ શકે તેવા એકેન્દ્રિય ભાવને પામેલા છે. તેઓ વાયુથી કંપતા, બળહીન, દુઃખી આત્માઓ કોઈ પણ પ્રકારના શરણ વિનાના અને જન્મ-મરણના ફળથી યુક્ત છે. અહો! તેઓ અનુકંપા કરવા યોગ્ય છે. મન, વચન અને નેત્રાદિથી રહિત એવા આ બિચારા પર કોણ દયા ન કરે છે એમ કહી સર્વના મનમાં વૈરાગ્ય ઉત્પન્ન છે8 Ned. કરીને આગળ ચાલ્યા.” હે મુનિઓ! આજે અહીં મોહરાજાની ઘાડ પડી છે માટે ત્યાં જવા જેવું નથી “આગળ જતાં એક મોટું નગર આવ્યું. તે નગરમાં અનેક પ્રકારનાં ગીત અને વાજિંત્રોના શબ્દથી વિવાહાદિક ઉત્સવો થતા પ્રગટ રીતે દેખાતા હતા, તેથી સ્વર્ગના જેવું તે મનોહર નામ છે લાગતું હતું. તે નગરને જોઈને સૂરિએ સર્વ સાઘુઓને કહ્યું કે “હે તેવું મુનિઓ! આજે આ જ નગરમાં મોહ રાજાની ઘાડ * પડી છે, તેથી આ લોકો PM 305
SR No.009109
Book TitleAgnabhakti
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Rajchandra
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy