________________ આજ્ઞાભક્તિ - “યમ નિયમ” કાવ્યનું વિવેચન ઊછળ્યા કરે છે. તેઓ આત્મિક ભયે કરીને વ્યાપ્ત છે. અહીં પ્રવેશ કરવો આપણને યોગ્ય નથી. આ લોકો લોભપાશથી બંધાયેલા છે, માટે તેઓ અનુકંપાને યોગ્ય છે, પરંતુ તેઓ મોહ મદિરાનું પાન કરીને ઉન્મત્ત થયેલા હોવાથી ઉપદેશને યોગ્ય નથી, માટે આપણે આગળ ચાલો.” તે સાંભળીને સાધુઓ બોલ્યા કે “હે ગુરુ! આપ અમને સારો ઉપદેશ કર્યો.” ઇત્યાદિ શુભ યોગમાં તત્પર થયેલા તેઓ વિહાર કરવા લાગ્યા. આવી રીતે આત્મતત્ત્વની દ્રષ્ટિમાં તત્પર થયેલાને ગ્રામ, નગર કે જંગલ સર્વ વૈરાગ્યનાં કારણપણે થાય છે.” -ઉ.પ્રા.ભાષાંતર ભા.૫ (પૃ.૧૩૩) કળિયુગ છે માટે ક્ષણવાર પણ વસ્તુવિચાર વિના ન રહેવું.” -શ્રીમદ્ રાજચંદ્ર સત્સંગ અને સપુરુષ વિના કોઈ કાળે કલ્યાણ થાય નહીં “સત્સંગ ને સત્યસાધન વિના કોઈ કાળે પણ કલ્યાણ થાય નહીં. જો પોતાની મેળે કલ્યાણ થતું હોય તો માટીમાંથી ઘડો થવો સંભવે. લાખ વર્ષ થાય તોપણ ઘડો થાય નહીં, તેમ કલ્યાણ થાય નહીં.” (વ.પૃ.૭૦૩) આ ભવે જ્ઞાની મળ્યા પણ પુરુષાર્થ નહીં કરો તો આ યોગ પણ નિષ્ફળ જશે તીર્થકરનો યોગ થયો હશે એમ શાસ્ત્રવચન છે છતાં કલ્યાણ થયું નથી તેનું કારણ પુરુષાર્થરહિતપણાનું છે. પૂર્વે જ્ઞાની મળ્યા હતા છતાં પુરુષાર્થ વિના જેમ તે યોગ નિષ્ફળ ગયા, તેમ આ વખતે જ્ઞાનીનો યોગ મળ્યો છે ને પુરુષાર્થ નહીં કરો તો આ યોગ પણ નિષ્ફળ જશે. માટે પુરુષાર્થ કરવો; અને તો જ કલ્યાણ થશે. ઉપાદાનકારણ - પુરુષાર્થ શ્રેષ્ઠ છે. એમ નિશ્ચય કરવો કે પુરુષના કારણ-નિમિત્ત-થી અનંત જીવ તરી ગયા છે. કારણ વિના કોઈ જીવ તરે નહીં. અસોચ્ચાકેવલીને પણ આગળ પાછળ તેવો યોગ પ્રાપ્ત થયો હશે. સત્સંગ વિના આખું જગત ડૂબી ગયું છે!” (વ.પૃ.૭૦૩) “ઉપદેશામૃત' માંથી - સરુ મળ્યા વિના કલ્યાણ માટે કરેલી કલ્પનાઓ બઘી ખોટી સદ્ગુરુના યોગ વિના કરેલી કલ્પનાઓ મિથ્યા છે. પોતાની માન્યતા આડે સત્ય સમજાતું નથી. ત્યાગ-વૈરાગ્ય વિના અને યોગ્યતાની ખામી હોય ત્યાં સુધી આત્માનું ભાન થાય નહીં.” (ઉ.પૃ.૬૪) ગુરુ વિના સમ્યકજ્ઞાન નથી અને ગુરુ વિના જ્ઞાન થાય પણ નહીં “લઘુતા આવે તો પછી કેવું કામ થાય? આ તો માનમાં ને મનમાં રહ્યો, કે આને કંઈ આવડતું નથી, આ કંઈ જાણતો નથી; લાવોને હું વાત કરું. ભૂંડુ કરી નાખ્યું છે. સત્સંગની તો બલિહારી છે! આ અવસર આવ્યો છે, ચેતવા જેવું છે. કૂંચી નથી તો તાળાં શી રીતે ઊઘડે? તે 306