________________ બિન સદ્ગુરુ કોય ન ભેદ લહે, મુખ આગલ હૈ કહ બાત કહે?”..... આવવું જોઈએ. તેમ ગુરુ વિના જ્ઞાન નથી અને થાય નહીં. બીજે જાઓ, ભલે! - 3 ભટકો–તેથી તો તાળાં ભટકાય પણ ઊઘડે નહીં. તે ગુરુ પાસેથી મળશે.” (ઉ.પૃ.૨૦૧) ‘બોધામૃત ભાગ-૨' માંથી - પોતે જ આત્મા હોવા છતાં તે સદ્ગુરુ વિના સમજાય એમ નથી આત્મા લેવા જવો પડે એવો નથી, પોતાની પાસે જ છે. પણ સદ્ગુરુ વિના સમજાય એવું નથી. સમજે તો સહજ છે, નહીં તો અનંત ઉપાયે પણ નથી. જ્ઞાની પુરુષો કહે છે કે પ્રાતની પ્રાપ્તિ કરવી છે. જેમ એના ઘરમાં ઘન દાટેલું હોય, પણ એને ખબર ન હોય. તે એને પ્રાપ્ત તો છે, પણ ભાન નથી. બેભાન છે, તેને બદલે ભાન કરવાનું છે.” ઓ.૨ (પૃ.૬૮) એક શેઠનું દ્રષ્ટાંત - એક શેઠ નિર્ધન થવાથી પરદેશ કમાવવા ગયા. તે વખતે તેના મિત્ર સાથુ થયેલા તે તેને ઘેર વહોરવા માટે આવ્યા. તેણે પૂછ્યું ભાઈ ક્યાં છે? તેની પત્નીએ કહ્યું એ તો કમાવવા પરદેશ ગયા છે. ત્યારે સાધુ પુરુષે કહ્યું - છે તો ઘરમાં અને શોધે છે બહાર એમ કહી આંગણા તરફ ઈશારો કર્યો. શેઠ ઘરે આવ્યા ત્યારે પત્નીએ આ વાત કરી. ત્યારે શેઠે કહ્યું એ તો જ્ઞાની છે માટે જ્યાં ઈશારો કર્યો ત્યાં ખોદીએ. ખોદ્યુ તો ચરુનો ઘડો હાથ આવ્યો. એમ પોતાની પાસે ઘરમાં જ હોવા છતાં તેનું ભાન નથી. ક A /| 307