________________ આજ્ઞાભક્તિ - “યમ નિયમ” કાવ્યનું વિવેચન તેમ અનંતસુખસ્વરૂપ એવો આત્મા પોતે જ હોવા છતાં તેનું ભાન નથી. ભાન કરાવનાર સદ્ગુરુ મળે તો આત્માનું ભાન થાય અને સર્વકાળ અનંતસુખને પામી જીવ કાળાંતરે મોક્ષને પામે. સલ્લુરુ જાણે છે કે આપણું કલ્યાણ શામાં છે માટે તે કહે તેમ કરવું “આટલા કાળ સુધી જે કર્યું તે બધું નિષ્ફળ થયું, પણ હવે સત્પરુષનો યોગ થયો છે માટે લાગ આવ્યો છે. સમયે સમયે જીવ કર્મ બાંધે છે. કેડ બાંધીને પુરુષાર્થ કરવાનો છે. “યમનિયમ” વિચારે તો સન્દુરુષાર્થ જાગે. યમ નિયમ બધું કર્યું પણ બાકી શું રહ્યું? તો કે “બિન સદ્ગુરુ કોય ન ભેદ લહે.” સદ્ગુરુના આધારે કરવાનું છે. આપણું કલ્યાણ શાથી થાય? તે સદ્ગુરુ જાણે છે. સંસાર ઉપરથી સર્વથા વૃત્તિ ઊઠે તો પ્રભુ પ્રત્યે પરમ પ્રેમ પ્રગટે. ઉપર ઉપરથી મુમુક્ષુ કહેવરાવવાથી કંઈ નથી. “છૂટું છૂટું” ભાવના થવી જોઈએ. બાહ્યક્રિયામાં આગ્રહ છે, પણ પરિણામ ફેરવવા એ મુખ્ય છે. અમે સાધુ છીએ, શાસ્ત્ર વાંચીએ છીએ, એમ માને છે, તેથી સાધુઓ સત્સંગ કરતા નથી. એ સસાઘન રહી ગયું છે એ ધ્યાનમાં આવતું નથી.” -બો.૨ (પૃ.૧૯૭) “કરુના હમ પાવત હે તુમકી, વહ બાત રહી સુગુરુ ગમકી; પલમેં પ્રગટે મુખ આગલમેં, જબ સદ્ગુરુચર્ન સુપ્રેમ બસેં.” 5 અર્થ - “જ્ઞાની પુરુષોને સંસારી જીવો પ્રત્યે કરુણા આવે છે. જીવનું કલ્યાણ સગુરુ - ગમે છે. જ્યારે સરુની આજ્ઞા પ્રત્યે પ્રતીતિ અથવા પ્રેમ થાય તો આત્મા પળમાં પ્રગટ થાય એમ છે. સદગુરુની આજ્ઞા પ્રત્યે જેટલો પ્રેમ થયો તેટલો જીવ સવળો થયો. પ્રેમ હોય તો આજ્ઞા મનાય.” /પા -પૂ.શ્રી બ્ર.જી.દર્શન (પૃ.૧૫૦) ‘કરુના હમ પાવત હૈ તુમકી, વહ બાત રહી સુગુરુ ગમકી;'... “શ્રીમદ્ રાજચંદ્ર માંથી - અજ્ઞાની જીવો સ્વમતિ કલ્પનાએ મોક્ષમાર્ગ આરાધતાં સંસારમાં રઝળે. “કલ્યાણના માર્ગને અને પરમાર્થ સ્વરૂપને યથાર્થ રીતે નહીં સમજનારા અજ્ઞાની જીવો, પોતાની મતિ કલ્પનાથી મોક્ષમાર્ગને કલ્પી, વિવિઘ ઉપાયોમાં પ્રવર્તન કરતા છતાં મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરતા જાણી નિષ્કારણ કરૂણાશીલ એવું અમારું હૃદય રડે છે.” | (વ.પૃ.૪૯૯) જ્ઞાની પુરુષનો યોગ પ્રાપ્ત થયે જ આત્મા તરફ જીવનો લક્ષ જાય. “કોઈ પણ પ્રકારે પોતાની કલ્પનાએ કરી સને પ્રાપ્ત કરી શકતો નથી. સજીવનમૂર્તિ પ્રાપ્ત 308