________________ કરુના હમ પાવત હૈ તુમકી, વહ બાત રહી સુગુરુ ગમકી;'..... થયે જ સત્ પ્રાપ્ત થાય છે, સત્ સમજાય છે, સત્નો માર્ગ મળે છે, સત્ પર લક્ષ હિક આવે છે. સજીવનમૂર્તિના લક્ષ વગર જે કંઈ પણ કરવામાં આવે છે, તે જીવને ને બંઘન છે; આ અમારું હૃદય છે.” (વ.પૃ.૨૬૧) આત્મામાં સ્થિતિ છે એવા જ્ઞાનીપુરુષથી જ આત્મઘર્મ જાણીને આચરવો. “જીવે ઘર્મ પોતાની કલ્પના વડે અથવા કલ્પનાપ્રાપ્ત અન્ય પુરુષ વડે શ્રવણ કરવા જોગ, મનન કરવા જોગ કે આરાઘવા જોગ નથી. માત્ર આત્મસ્થિતિ છે જેની એવા સત્પરુષથી જ આત્મા કે આત્મઘર્મ શ્રવણ કરવા જોગ છે, યાવત્ આરાઘવા જોગ છે.” (વ.પૃ.૩૫૧) જ્ઞાનીની આજ્ઞાથી કામક્રોધાદિ ઘટે, કેમકે તે સાચા ઉપાય જાણે છે “અજ્ઞાની પોતે દરિદ્રી છે. જ્ઞાનીની આજ્ઞાથી કામક્રોઘાદિ ઘટે છે. જ્ઞાની તેના વૈદ્ય છે. જ્ઞાનીના હાથે ચારિત્ર આવે તો મોક્ષ થાય. જ્ઞાની જે જે વ્રત આપે તે તે ઠેઠ લઈ જઈ પાર ઉતારનારા છે. સમકિત આવ્યા પછી આત્મા સમાધિ પામશે, કેમકે સાચો થયો છે.” (વ.પૃ.૯૯૯) જેવી યોગ્યતા તેવું ફળ. જ્ઞાનીની દૃષ્ટિએ ચાલવાથી જ્ઞાન થાય. “જ્ઞાની પુરુષનાં વચનોનું અવલંબન લેવાથી જાણપણું થાય. સાઘન છે તે ઉપકારના હેતુઓ છે. જેવા જેવા અધિકારી તેવું તેવું તેનું ફળ. સપુરુષના આશ્રય લે તો સાઘનો ઉપકારના હેતુઓ છે. પુરુષની દ્રષ્ટિએ ચાલવાથી જ્ઞાન થાય છે.” (વ.પૃ.૭૧૨) ગમ વગર વિદ્યા સાધ્ય થઈ નહીં પાદલિપ્તાચાર્યનું દ્રષ્ટાંત - “પાદલિતાચાર્ય વિહાર કરતાં અન્યદા ખેટકપુરમાં આવ્યા. ત્યાં જીવાજીવોત્પત્તિ પ્રાભૃત, નિમિત્ત પ્રાભૃત્ત, વિદ્યા પ્રાભૃત્ત અને સિદ્ધપ્રાકૃત એ ચાર પ્રાભૃત તેમને મળ્યા. પછી સૂરિ હંમેશાં પાદલપ વિદ્યાએ કરીને પાંચે તીર્થોએ જઈ ત્યાં રહેલ જિનબિંબોને વંદના કરીને પછી ભોજન કરતા હતા. એકદા સૂરિ ઢંકપુરે આવ્યા. ત્યાં જેણે ઘણા લોકોને વશ કર્યા છે એવો નાગાર્જુન નામનો યોગી સૂરિ પાસે આવી વિદ્યા શીખવાની ઇચ્છાએ શ્રાવક થઈને નિરંતર = તેમના ચરણની સેવા કરવા લાગ્યો. નિરંતર ગુરુના ચરણ કમળમાં વંદના કરવાથી ઔષધિઓના ગંઘવડે તેણે એકસોને સાત - - ઔષધિઓ ઓળખી લીધી. ( 309