________________ આજ્ઞાભક્તિ - “યમ નિયમ” કાવ્યનું વિવેચન પછી તે સર્વ ઔષધિઓને જળ સાથે મેળવી વાટીને તેનો પગે લેપ કરી આકાશમાં ઉડવા લાગ્યો; પણ થોડે દૂર ઊડીને પાછો તે સ્થાને પડવા લાગ્યો; છે તેથી તેના શરીરે ચાઠાં પડ્યાં. તે જોઈને એકદા ગુરુએ તેને પૂછ્યું કે–હે ભદ્ર! આ તારા શરીરે ક્ષત શેનાં છે? ત્યારે તે યોગીએ ગુરુ પાસે સત્ય વાત કહી બતાવી. તે સાંભળીને તેની બુદ્ધિથી રંજિત (આનંદિત) થયેલા ગુરુએ તેને શુદ્ધ (સત્ય) શ્રાવક બનાવ્યો. IIT પછી વિહાર સમયે ગુરુએ તેને કહ્યું કે “હે શ્રાવક! જો તારે આકાશમાં ઉડવાની ઇચ્છા હોય તો તે એકસો ને સાતે ઔષધિઓને સાઠી ચોખાના ઓસામણમાં એકત્ર કરીને તેનો લેપ કરજે, જેથી તને અલના નહીં થાય.” આ પ્રમાણેના ગુરુવચનથી (ગુરુગમથી) તેનો મનોરથ પૂર્ણ થયો, અને તે સ્વસ્થાને ગયો. એમ જ્ઞાની પુરુષની આજ્ઞાએ ચાલવાથી જ જીવને આત્મજ્ઞાન થાય છે.” -ઉપદેશ પ્રાસાદ ભાષાંતર ભા.૧ (પૃ.૧૧૫) બોઘામૃત ભાગ-૨' માંથી - કૃપાળુદેવને દયા આવે છે કે જ્ઞાન પાસે છે છતાં કર્મનું દેવું વધારે છે “કૃપાળુદેવ કહે છે કે અમને દયા આવે છે. એની પાસે ઘન છે પણ ઉપર દેવું કરીને ખાવું પડે છે. નિગ્રંથ ગુરુની જરૂર છે. કોઈ સદ્ગુરુ શોધીને તેના પ્રત્યે પ્રેમ કરવાનો છે. પકડ નથી જીવને જ્ઞાની પુરુષ કહે તે પકડાતું નથી. આ કાને સાંભળે ને આ કાને જતું રહે છે. બાકી જ્ઞાની તો ઘણું ય કહે છે.” -બો.૨ (પૃ.૬૮) 310