________________ પલમેં પ્રગટે મુખ આગલસેં જબ સદ્ગુરુચર્ન સુપ્રેમ બસે... સર્વ ક્રિયા કરતાં જ્ઞાનીનાં વચનોનો વિચાર કરવો વઘારે હિતકારી ધ્યાન, જપ, તપ, ક્રિયા એ સર્વ કરતાં જ્ઞાનીનાં વચનોનો વિચાર કરવો એ વઘારે હિતકારી છે એમ લાગે તેવું કરવું છે. લોકસંજ્ઞા-શાસ્ત્રસજ્ઞામાં વૃત્તિ ન જાય, જ્ઞાનીએ કહ્યું તે જ મારે માનવું છે, એવો નિશ્ચય કરવો. જ્ઞાનીના એક એક વચનને બહુ વિચારવાથી મોક્ષ થાય એવું છે. ઉપશમ, વિવેક, સંવર-એ જ્ઞાનીનાં વચન વિચારતાં ચિલાતીપુત્રનો મોક્ષ થયો.” –બો.૨ (પૃ.૮૫) જીવને માર્ગની ખબર નથી તેથી ડાહ્યો ન થતાં જ્ઞાની કહે તેમ કરવું જીવ અજાણ્યો છે. જીવને ખબર નથી છતાં ડાહ્યો થાય છે. લાવો ધ્યાન કરું, ફલાણું કરું, એમ કરે છે. દવાખાનામાં જાય ત્યાં એમ ન કહે કે મને ફલાણી દવા જ આપો. જ્ઞાની પુરુષ પાસે જાય ત્યારે મને ધ્યાન શિખવાડો, ફલાણું શિખવાડો એમ કહે છે. જીવ પુરુષ પાસે જાય ત્યારે કંઈ ને કંઈ ઇચ્છા લઈને જાય છે. પુરુષને તો જીવને ચોખ્ખો કરવો છે. પ્રભુશ્રીજી કહેતા કે તારી સમજણ ઉપર મૂક મીંડું ને તાણ ચોકડી. જીવને પોતાને ખબર નથી. કલ્પનાથી જીવ ભર્યો છે.” -બો.૨ (પૃ.૧૪૩) જે વાત શાસ્ત્રમાં નથી તે ગુરુના મુખમાં સમાયેલી છે “શાસ્ત્રો વગેરે વાંચતા વિચાર થાય છે કે લખાણ કંઈ છે અને માણસની સમજમાં કંઈ આવે છે. પણ આથી કંઈક અલગ વાત છે એમ પરમકૃપાળુદેવે જણાવ્યું. ત્યારે શ્રી સૌભાગ્યભાઈએ કહ્યું કે શું અલગ છે? ત્યારે પરમકૃપાળુદેવે જણાવ્યું કે કંઈક ગુરુગમ, તે એ કે જે વાત શાસ્ત્રમાં નથી તે ગુરુના મુખમાં સમાયેલી છે; અને તે જાણવા, યોગ્યતા થયે સત્સમાગમથી તથા પૂર્વકર્મ પાતળા પચ્ચે સમજાય છે.” શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો (પૃ.૧૬૩) પલમેં પ્રગટે મુખ આગલમેં, જબ સગુરુચર્ન સુપ્રેમ બસેં.......... 5 જીરણશેઠની ભાવના - ભગવાન પ્રત્યે અત્યંત ભક્તિા ચઉમાસી પારણું આવે, કરી વિનતિ નિજ ઘર જાવે; પ્રિયા પુત્રને વાત જણાવે, પટકૂળ જરી પથરાવે રે; મહાવીર પ્રભુ ઘર આવે, જીરણ શેઠજી ભાવના ભાવે રે. મ૦૧ ઉભી શેરીએ જળ છંટકાવે, જાય કેતકી ફૂલ બિછાવે; નિજઘર તોરણ બંઘાવે, મેવા મિઠાઈ થાળ ભરાવે રે. મોર અરિહાને દાન જ દીએ, દેતાં દેખી જે રીઝે; ષમાસી રોગ હરીજે, સીઝે દાયક ભવ ત્રીજે રે. મ૦૩ 311