________________ આજ્ઞાભક્તિ - “યમ નિયમ” કાવ્યનું વિવેચન તે જિનવર સનમુખ જાવું, મુજ મંદિરિયે પઘરાવું; પારણું ભલી ભક્ત કરાવું, જુગતે જિનપૂજા રચાવું રે. મ૦૪ પછી પ્રભુને વોળાવા જઈશું, કર જોડી સામા રહીશું; નમી વેદી પાવન થઈશું, વિરતિ અતિ રંગે વહીશું 2. મ૦૫ દયા, દાન, ક્ષમા, શીલ ઘરશું, ઉપદેશ સર્જનને કરશું; સત્ય જ્ઞાનદશા અનુસરશું, અનુકંપા લક્ષણ વરશું રે. મહ૬ એમ જી રણશેઠ વદંતા, પરિણામની ઘારે ચઢતા; શ્રાવકની સીમે ઠરતા, દેવ દુંદુભિનાદ સુણતાં રે. મ૦૭ કરી આયુ પૂરણ શુભભાવે, સુરલોક અશ્રુતે જાવે; શાતાવેદની સુખ પાવે, શુભવીર વચન રસ ગાવે રે. મ૦૮ -વેદનીયકર્મની પૂજા એવો સાચો પ્રેમ શુદ્ધ આત્મા એવા પરમકૃપાળુદેવ પ્રત્યે થાય તો જીવનું કામ થઈ જાય. ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીના સમયમાં પ્રભુશ્રીજી પ્રત્યે મુમુક્ષુઓનો અત્યંત પ્રેમ હતો તેથી જવું હોય ખેતરમાં પણ પ્રેમને લઈને આશ્રમમાં આવી જવાય. “તનસેં, મનમેં, ઘનમેં, સબસેં, ગુરુદેવકી આન સ્વ-આત્મ બર્સે; તબ કારજ સિદ્ધ બને અપનો, રસ અમૃત પાવહિ પ્રેમ ઘનો.” 6 અર્થ - “તન, મન, ઘન અને બીજા બધા બાહ્યાંતર પદાર્થો ઉપરથી મમતા છોડી એક સદ્ગુરુની આજ્ઞાને જો આત્મામાં ઘારણ કરે તો કાર્ય સિદ્ધ થઈ જાય, અમૃત રસ પામે. દેહાદિથી પ્રેમ છોડે તો અમૃતરસ જેવો અખૂટ પ્રેમ પામે.” Iકા -પૂ.શ્રી બ્ર.જી.દર્શન (પૃ.૧૫૦) તનસેં, મનમેં, ઘનમેં, સબસે, ગુરુદેવકી આન સ્વ-આત્મ બર્સે'..... “શ્રીમદ્ રાજચંદ્ર’ માંથી : સાચા પુરુષ તો તે કે જેને દેહ પરથી મમત્વ ગયું છે; જ્ઞાન પ્રાપ્ત થયું છે “જીવ ખોટા સંગથી, અને અસદ્ગથી અનાદિકાળથી રખડ્યો છે; માટે સાચા પુરુષને ઓળખવા. સાચા પુરુષ કેવા છે? સાચા પુરુષ તો તે કે જેને દેહ પરથી મમત્વ ગયું છે; જ્ઞાન પ્રાપ્ત થયું છે. આવા જ્ઞાની પુરુષની આજ્ઞાએ વર્તે તો પોતાના દોષ ઘટે; અને કષાયાદિ મોળા પડે; પરિણામે સમ્યકત્વ થાય.” (વ.પૃ.૭૨૭) 312