________________ તનસેં, મનમેં, ઘનસેં, સબસેં, ગુરુદેવકી આન સ્વ-આત્મ બસેં;'... ' SIR પોતે પોતાથી જ્ઞાન પામે નહીં; પણ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક શીધ્ર પામે “અનંત કાળ સુધી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તોપણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં પણ કેવળજ્ઞાન પામે.” (વ.પૃ.૨૯૩) જેને આત્મા પ્રત્યક્ષ છે એવા સપુરુષની આજ્ઞા ઉઠાવે તો સમકિત થાયા બીજી બધા પ્રકારની કલ્પનાઓ મૂકી, પ્રત્યક્ષ સત્પરુષની આજ્ઞાએ વચન સાંભળવા; તેની સાચી શ્રદ્ધા કરવી, તે આત્મામાં પરિણમાવવાં તો સમતિ થાય.” (વ.પૃ.૭૨૧) તન, મન, ઘનની આસક્તિનો ત્યાગ કરી જ્ઞાની પુરુષની આજ્ઞા આરાધે, તે જ્ઞાન પામે. “જ્ઞાનીની આજ્ઞાનું આરાઘન તે કરી શકે કે જે એકનિષ્ઠાએ, તન, મન, ઘનની આસક્તિનો ત્યાગ કરી તેની ભક્તિમાં જોડાય.” (વ.પૃ.૨૬૨) બોઘામૃત ભાગ-૨' માંથી : મોક્ષમાર્ગમાં જ્ઞાનીની આજ્ઞાનું માહાભ્ય છે. તે પ્રમાણે વર્તે તો કેવળજ્ઞાન “જ્ઞાનીની આજ્ઞાએ મોક્ષ છે. પ્રભુશ્રીજી કહેતા કે અમે ખીલી ખીલી કરવાનું કહ્યું હોય તે મુમુક્ષુ કરે તો પણ એનો મોક્ષ થાય. માહાસ્ય તો જ્ઞાનીનું આજ્ઞાનું છે. સાચા પુરુષની આજ્ઞાનો આરાધક હોય તો બે ઘડીમાં ય કેવળજ્ઞાન થાય.” -બો.૨ (પૃ.૧૪૫) જ્ઞાનીના કહ્યા પ્રમાણે વર્તે તે જીવનું જરૂર કલ્યાણ થાય. “જ્ઞાનીપુરુષની આજ્ઞા સિવાય તને પણ પ્રવર્તે નહીં, મન પણ પ્રવર્તે નહીં, ઘન પણ પ્રવર્તે નહીં. બધું જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે પ્રવર્તે. એક શ્વાસોચ્છવાસ સિવાય કંઈ આજ્ઞા સિવાય ન પ્રવર્તે. કોઈ પણ પ્રકારે સગુરુનો શોઘ કરવો. શોઘ કરીને તેના પ્રત્યે તન, મન, વચન અને આત્માથી અર્પણબુદ્ધિ કરવી; તેની જ આજ્ઞાનું સર્વ પ્રકારે નિઃશંકતાથી આરાઘન કરવું.”(૧૬૬) (બો.૨ પૃ.૬૮) બોઘામૃત ભાગ-૩' માંથી - શરીર સામાચિકમાં, મન નાટકમાં, તો સંસારફળની પ્રાપ્તિ થાય બે ભાઈનું દ્રષ્ટાંત - “સત્સંગનો યોગ થવાને વખતે તેમને હડિયાણા જવાનું બન્યું એ કર્મની વિચિત્રતા છે, પરંતુ ભાવની વખતે વાત ઓર છે. પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજી એક વાત કરતા કે બે ભાઈઓ એક જ્ઞાની પાસે કથા સાંભળવા જતા અને તેમની આજ્ઞાથી ઘર્મક્રિયા કરતા. નજીકના સગામાં કોઈનું મૃત્યુ થવાથી મોટાભાઈએ નાનાભાઈને કહ્યું–‘ભાઈ, તું જો સ્મશાનમાં જાય તો મારે બે ઘડી ઘર્મ કરવા જ્ઞાની પાસે જવાય.” ત્યારે નાનાભાઈએ કહ્યું, “શું મારે ઘર્મ કંઈ નથી કરવો? તમારે જવું હોય તો સ્મશાને જાઓ, હું તો આ ઘર્મ કરવા ચાલ્યો.” એમ કહી તે તો 313