________________ આજ્ઞાભક્તિ- “યમ નિયમ” કાવ્યનું વિવેચન મહાત્માના મુકામ તરફ ચાલ્યો. ત્યાં તો રસ્તામાં કોઈ મિત્ર આવી મળ્યો તેણે કહ્યું કે આજ તો નાટકમાં ખરી મજાનો ખેલ આવવાનો છે, તું આવીશ કે નહીં? તેણે કહ્યું, “આ ઘર્મક્રિયા થઈ રહે કે તુર્ત તારે ત્યાં આવું છું.” એમ કહી મહાત્મા પાસે ગયો અને ઘર્મક્રિયાની આજ્ઞા તો લીથી, પણ મન તો નાટકની મજાના વિકલ્પો ઘડ્યા કરતું હતું અને ક્યારે અમુક પાઠ પૂરા થાય કે મિત્રને ત્યાં જવાય અને ચા-પાણી કરી નાટક જોવાનો લહાવો લેવાય, એમ થયા કરતું હતું. ગમે તેમ ગોટા વાળી ક્રિયા પૂરી કરી ચાલી નીકળ્યો અને નાટકમાં રાત ગાળી. મોટાભાઈએ સ્મશાનમાં પણ સદ્ગુરુના દર્શન સમાગમની ભાવના કરી મોટાભાઈને સ્મશાને જવું પડ્યું, પણ તે વિચાર કર્યા કરતો હતો કે આ કામ આવી ન પડ્યું હોત તો આત્મજ્ઞાની સદ્ગુરુ ભગવાનની શાંત મુદ્રાના દર્શન મને થાત, તેમની જગત-હિતકારી, શાંતિપ્રેરક, અમૃતમય વાણી સુણી આખા દિવસના ક્લેશરૂપ તાપને ટાળી ચિત્ત શાંતિ અનુભવતું હોત. તેમની ભવભ્રમણ ટાળનારી આજ્ઞા પ્રાપ્ત કરી, તેમાં વૃત્તિને રોકીને જેટલો કાળ શુભ ક્રિયામાં ગાળ્યો હોત તેટલું મારું આયુષ્ય લેખામાં ગયું ગણાત. અહીં અજ્ઞાનીઓની વચમાં લૌકિક અર્થે આવી આત્માર્થ વિસારી રહ્યો છું એ મારું કમભાગ્ય છે. એમ વિચારતો પોતાનો કાળ ગાળી ઘેર જઈ ભગવદ્ભક્તિ કરી સૂઈ ગયો. “ભાવ તિહાં ભગવંત' “જેવા ભાવ તેવા પ્રભુ ફળે’ સવારે મહાત્મા જ્ઞાની ગુરુના દર્શને હર્ષભેર ગયો અને ગઈ રાતનો ખેદ દર્શાવી પોતાને પ્રભાતમાં સદ્ગુરુના દર્શન કરવા જેટલું આયુષ્ય મળ્યું છે તે મહાભાગ્ય માનવા લાગ્યો અને દર્શન, સ્તુતિ કરી શ્રી સદ્ગુરુના વચનામૃતથી શાંત થઈ ઘેર પાછો ગયો. નાનોભાઈ રોજની રૂઢિ * મુજબ મહાત્માના દર્શન કરવા ગયો. તેને તેના મોટાભાઈના ખેદની વાત મહાત્માએ કરી દર્શાવી ત્યારે તે બોલ્યો કે, “મહારાજ, મને સ્મશાનમાં મારા મોટાભાઈને મોકલવો હતો અને ઘર્મ કરવા તેમને અહીં આવવું હતું, પણ મને કંઈ ઘર્મ વહાલો નહીં હોય? મેં કેવી ઘર્મક્રિયા કરી ? અને તેમને લૌકિકમાં છે. 314