________________ તબ કારજ સિદ્ધ બને અપનો, રસ અમૃત પાવહિ પ્રેમ ઘનો’.... જવું પડ્યું.” મહાત્માએ કહ્યું, “ભાઈ, ઘર્મક્રિયા સાચી ભાવપૂર્વક તો તારા fe 1 મોટાભાઈને સ્મશાનમાં બેઠાં થઈ છે અને તેં તો ઘર્મના સ્થાનમાં જ્યાં ચિત્ત ) ભગવાનમાં રાખવું જોઈએ તેને બદલે નાટકમાં ને મિજબાનીના તરંગમાં રાખ્યું હતું. તેથી તેને સંસારફળની પ્રાપ્તિ થઈ છે અને મોટાભાઈને વૈરાગ્યને લઈને મોક્ષનું કારણ બન્યું છે.” આમ ‘ભાવ તિહાં ભગવંત’ કહ્યું છે તે લક્ષમાં રાખવા યોગ્ય વાત છેજી. “મન ચંગા (પવિત્ર) તો કથરોટમાં ગંગા” એ કહેવત પ્રમાણે સદ્ગઆજ્ઞામાં જેટલો કાળ ભાવપૂર્વક ગાળશો તેટલું જીવન સફળ થયું માનવા યોગ્ય છેજી. “શાસ્ત્ર ઘણાં મતિ થોડલી, મન શિષ્ટ કહે તે પ્રમાણ રે, મન સુયશ લહે એ ભાવથી, મન ન કરે જૂઠ ડફાણ રે, મન” પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીએ આપેલા મંત્રસ્મરણનું વિસ્મરણ ન થાય તેટલી દાઝ રાખવા ભલામણ છેજી.” (પૃ.૪૪૯) ભાવવંદનાથી યથાર્થ ફળ થાય, દ્રવ્ય વંદનાથી નહીં શાંગકુમારનું દ્રષ્ટાંત - “એકદા કોઈ રાજાએ શ્રીકૃષ્ણને એક જાતવાન અશ્વ ભેટ તરીકે મોકલ્યો. તે વખતે શાંબ અને પાલક એ બે પુત્રોએ આવીને પિતા પાસે તે અશ્વની માગણી કરી; એટલે કૃષ્ણ કહ્યું કે “કાલે તમારા બેમાંથી જે શ્રી નેમિનાથને પ્રથમ વંદના કરશે તેને આ અશ્વ હું આપીશ” પછી પાલકકુમારે તો રાત્રિના પાછલે પહોરે ઊઠીને મોટેથી શબ્દ કરીને પોતાના બૃત્યોને ઉઠાડ્યા, અને તેમને તૈયાર કરી સાથે લઈને પ્રાતઃકાળ થતાં સૌથી પ્રથમ જઈને પ્રભુને વંદના કરી. પછી ત્યાંથી પાછા આવીને પિતાને તે વાત કરીને અશ્વ માગ્યો. ત્યારે કૃષ્ણ કહ્યું કે “પ્રભુને પૂછીને પછી આપીશ.” અહીં મધ્યરાત્રિ ગયા પછી શાંબ જાગ્યો હતો; પણ તે પાપભીરૂ હોવાથી પોતાને સ્થાને જ રહીને ભગવાનનું ધ્યાન કરી તેને નમ્યો. પ્રાતઃકાળે સમય થતાં સર્વે પ્રભુના સમવસરણમાં ગયા. પ્રભુને વંદના કરીને કૃષ્ણ પૂછ્યું કે “હે સ્વામી! આજે આપને પ્રથમ કોણે વંદના કરી?” પ્રભુ બોલ્યા કે “આજે દ્રવ્યવંદનથી પાલક કુમારે પ્રથમ અમને વાંદ્યા હતા અને શાંબકુમારે ભાવવંદનથી પ્રથમ વાંદ્યા હતા.” તે સાંભળીને કૃષ્ણ શાંબકુમારને તે અશ્વ આપ્યો. અન્યદા પ્રભુની દેશનાથી પ્રતિબોઘ પામીને શાંબ તથા પ્રદ્યુમ્ન દીક્ષા ગ્રહણ કરી અને અનુક્રમે ગિરનાર પર્વત ઉપર મુક્તિ પામ્યા. શાંબે પ્રભુનું આંતરધ્યાન કર્યું તેથી તે વંદનનું ફળ પામ્યો, અને પાલકે સાક્ષાત્ પ્રભુને વાંદ્યા છતાં પણ તે ફળ પામ્યો નહીં, માટે પંડિત પુરુષો બાહ્ય વિધિ કરતાં આવ્યંતર વિધિને બળવાન માને છે.” -ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભા.૪ (પૃ.૨૪૫) તબ કારજ સિદ્ધ બને અપનો રસ અમૃત પાવહિ પ્રેમ ઘનો... 315