________________ આજ્ઞાભક્તિ - “યમ નિયમ' કાવ્યનું વિવેચન “શ્રીમદ્ રાજચંદ્ર' માંથી - સદગુરુના બોઘરૂપ અમૃતનું પાન કરી આત્માર્થી આત્મકલ્યાણને સાધે છે “સાચા પુરુષનો બોઘ પ્રાપ્ત થવો તે અમૃત પ્રાપ્ત થવા બરોબર છે. અજ્ઞાની ગુરુઓએ બિચારા મનુષ્યોને લૂંટી લીઘા છે. કોઈ જીવને ગચ્છનો આગ્રહ કરાવી, કોઈને મતનો આગ્રહ કરાવી, ન તરાય એવાં આલંબનો દઈને સાવ લૂંટી લઈ મૂંઝવી નાખ્યા છે; મનુષ્યપણું લૂંટી લીધું છે.” (વ.પૃ.૭૨૨) પ્રત્યક્ષ જ્ઞાની ગુરુની આજ્ઞા આરાઘે તો આત્માનુભવરૂપ અમૃતરસ પામે “જેમ દૂરના ક્ષીરસમુદ્રથી અત્રેના તૃષારસની તૃષા છીપે નહીં, પણ એક મીઠા પાણીનો કળશો અત્રે હોય, તો તેથી તૃષા છીપે.” (466) તેમ મહાવીર ભૂતકાળમાં થઈ ગયા, તે કંઈ કહેવા આવે નહીં, પણ જે વર્તમાનમાં વિદ્યમાન છે એવા પ્રત્યક્ષ જ્ઞાનીથી કલ્યાણ છે. કૃપાળુદેવ પાસે અમૃત છે તેથી કહે છે કે અમૃત પીવું હોય તો આવો. જેને ગરજ હોય તે આવે. સંસારથી ત્રાસ પામ્યા હો અને દુઃખ લાગ્યું હોય તો આ બાજુ આવો એટલે અમૃત પીવડાવીએ. જેને પરમાર્થ પર પ્રેમ હોય તે આવો તો અમૃત મળશે.” જેને કંઈ મોક્ષની ઇચ્છા હોય તેને સંસાર ઝેર જેવો લાગે' “તનસેં મનમેં ઘનમેં સબસેં, ગુરુદેવની આન સ્વઆત્મ બસેં; તબ કારજ સિદ્ધ બને અપનો, રસ અમૃત પાવહિ પ્રેમ ઘનો.” ગમે તેટલા રોગ થયા હોય, પણ એક ટીપું અમૃતનું મૂકે તો મટી જાય. એમની પાસે તો આખો સાગર છે. ખૂટે એવો નથી. માટે તમે આ બાજુ આવો. એ રસ્તો છે. કેવી દશા પ્રાપ્ત કરી છે! સંસારની બધી વિટંબણા એમણે દૂર કરી છે. તમે આત્મસુખ જાણ્યું નથી તેથી બળો છો. અમે અમૃતસાગર છીએ માટે અહીં આવો તો ત્રિવિધ તાપ વગેરે બધું મટી જશે. જેને કંઈ મોક્ષની ઇચ્છા હોય તેને સંસાર ઝેર જેવો લાગે. તેવા જીવોને કૃપાળુદેવ બોલાવે છે કે અહીં આવો.” -ઓ.૨ (પૃ.૨૯૩) “વહ સત્ય સુઘા દરશાવહિંગે, ચતુરાંગુલ હે ડ્રગસે મિલહે; રસ દેવ નિરંજન કો પિવહી, ગહી જોગ જુગાજુગ સો જીવહી.” અર્થ - “સદ્ગુરુ પ્રત્યે પ્રેમ થાય તો સત્ય સુઘારસ સમજાય. એ પોતાની પાસે જ છે. દ્રષ્ટિ પડવી જોઈએ. સમ્યફષ્ટિ થાય તો આત્મા પાસે જ છે. પરમ નિદાન પ્રગટ મુખ આગળ, 316