________________ વહ સત્ય સુથા....ગસે મિલહે; રસ દેવ નિરંજન...જુગાજુગ સો જીવહી’... જગત ઉલ્લંઘી હો જાય જિનેશ્વર.” (આનંદઘનજી) મોઢા આગળ જ છે. એને મૂકી / પુદ્ગલમાં જાય છે. “સત્ એ કંઈ દૂર નથી પણ દૂર લાગે છે.-શ્રીમદ્ રાજચંદ્ર. અંતર-આત્મા થઈ પરમાત્માને ભજે તો પોતે પરમાત્મા થાય, નિરંજન રસને પામે. પછી આત્માને મરવું ન પડે. અમર થઈ જાય એટલે મોક્ષ પામે; દુઃખથી નિવૃત્ત થાય.” IIળી -પૂ.બ્ર.જી.દર્શન (પૃ.૧૫૦) વહ સત્ય સુઘા દરશાવહિંગે, ચતુરાંગુલ હે ડ્રગસે મિલહે;'... શ્રીમદ્ રાજચંદ્ર' માંથી - સુધારસ, આત્મા પ્રગટવાનો સુગમ ઉપાય, પણ ગુરુ આજ્ઞાએ જ ફળીભૂત એક અજ્ઞાનપણે પવનની સ્થિરતા કરે છે, પણ શ્વાસોચ્છવાસ રોઘનથી તેને કલ્યાણનો હેતુ થતો નથી, અને એક જ્ઞાનીની આજ્ઞાપૂર્વક શ્વાસોચ્છવાસનો રોઘ કરે છે, તો તેને તે કારણથી જે સ્થિરતા આવે છે, તે આત્માને પ્રગટવાનો હેતુ થાય છે. શ્વાસોચ્છવાસની સ્થિરતા થવી એ એક પ્રકારે ઘણી કઠણ વાત છે. તેનો સુગમ ઉપાય મુખરસ એક્તાર કરવાથી થાય છે, માટે તે વિશેષ સ્થિરતાનું સાધન છે; પણ તે સુઘારસસ્થિરતા અજ્ઞાનપણે ફળીભૂત થતી નથી, એટલે કલ્યાણરૂપ થતી નથી, તેમ તે બીજજ્ઞાનનું ધ્યાન પણ અજ્ઞાનપણે કલ્યાણરૂપ થતું નથી. એટલો વિશેષ નિશ્ચય અમને ભાસ્યા કરે છે. જેણે વેદનપણે આત્મા જાણ્યો છે તે જ્ઞાની પુરુષની આજ્ઞાએ તે કલ્યાણરૂપ થાય છે, અને આત્મા પ્રગટવાનો અત્યંત સુગમ ઉપાય થાય છે.” (વ.પૃ.૩૮૬) સુઘારસ - બીજજ્ઞાન આપનાર જ્ઞાની જોઈએ, નહીં તો ભૂલો પડે “આત્મપરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થકર “સમાધિ' કહે છે.” (568) આત્મામાં જે ચંચળપણું છે, તે રોકાય અને પોતાના સ્વરૂપમાં રહેવાય તેને માટે સુઘારસ એક સાઘન છે. સુથારસનું નામ બીજજ્ઞાન કહો તો વાંધો નથી. બીજજ્ઞાન આપનાર આત્મજ્ઞાની હોવા જોઈએ, નહીં તો ભુલાવો થાય. એ સુઘારસથી લબ્ધિઓ પણ પ્રગટે. તેથી એને જ આત્મા માની બેસે તો જ્ઞાની જેને આત્મા કહે છે તે એને સમજાય નહીં. સુથારસમાં વૃત્તિ રહેવાથી ચિત્તસ્થિરતા થાય છે. સાઘનમાં અટકી જાય તો સાધ્ય પ્રાપ્ત ન થાય. જ્ઞાનીપુરુષ વિના કોઈ સાઘનથી ઠેકાણું ન પડે. “વહ સાઘન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પર્યો” “સત્ સાઘન સમજ્યો નહીં ત્યાં બંઘન શું જાય?” સાઘન તો જીવે અનંતવાર ઘણાં કર્યા છે. યોગમાં ખેચરી મુદ્રા આવે છે. જેને સુઘારસ સંબંઘી સાઘન કરવું હોય તે જીભના મૂળ આગળ જરા કાપ મુકાવે છે. તેથી જીભ લાંબી થાય અને ઠેઠ ગળા સુધી લઈ જવાય, એટલી લાંબી કરે. ત્યાં આગળ રસ ઝરે છે, તે સુઘારસ છે.” -બો.ભા.૧ (પૃ.૧૪૪) 317