SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ આજ્ઞાભક્તિ - “યમ નિયમ” કાવ્યનું વિવેચન સપુરુષ પ્રત્યે પ્રેમ એ જ સાચો સુઘારસ, એના ફળમાં ગુરુની કૃપા થાય સદ્ગુરુ પ્રત્યે પ્રેમ થાય તો સદ્ગુરુની કૃપા પણ એને પ્રાપ્ત થાય. એ જ સાચો સુધારસ છે અને એથી જ ગુરુગમ મળે છે. જ્ઞાની પુરુષ તો યોગ્યતા જુએ છે. સોભાગભાઈની યોગ્યતા દેખી તો અમે તો એના દાસ છીએ એમ કૃપાળુદેવને થયું. જ્ઞાની પુરુષે એ જ સુઘારસ વર્ણવ્યો છે. મોઢામાંથી ઝરે તે સુઘારસ નહીં. સમ્યગ્દષ્ટિ થાય તો તે મળે એવું છે. સમ્યગદર્શન થાય તો પછી અમર થઈ જાય. બઘાનું આ કારણ કહે છે કે પરમપ્રેમ પરમાત્મા પ્રત્યે થાય, સમ્યગ્રુષ્ટિ આવે તો એને આગમની સાચી વાત પ્રગટ થાય. કોઈને પછી પૂછવા જવું પડે નહીં. અનુભવમાં આવે.” -બો.૨ (પૃ.૬૮) રસ દેવ નિરંજન કો પિવહી; ગહી જોગ જુગાજુગ સો જીવહી..... 7 જે જીવ અંતરઆત્મા થઈ પરમાત્માને ભજે છે તે જીવ નિરંજન પરમાત્મા જે આત્મરસને એટલે આત્માનંદને અનુભવે છે તે અનુભવરસને સર્વકાળને માટે પામી યુગોયુગ સુધી જીવતો જ રહેશે; પછી કદી મરશે નહીં. સમ્યગ્દર્શન પામી પ્રતિ સમયે કર્મ કાપતો જવાથી તે જીવ પરમાત્મા બને છે. પછી કોઈ કાળે જન્મે જ નહીં, તો મરવાનો ક્યાં પ્રશ્ન રહે. માટે તેનો આત્મા સદા આત્માનંદમાં રહી સર્વકાળ જીવતો જ રહેશે અર્થાત્ જન્મમરણના દુઃખોથી તે સંપૂર્ણપણે છૂટી જશે. “પર પ્રેમ પ્રવાહ, બઢે પ્રભુસેં, સબ આગમભેદ સુઉર બસેં; વહ કેવલકો બીજ ગ્લાનિ કહે, નિજકો અનુભી બતલાઈ દિયે.” 8 અર્થ - “ઉપરનો સાર બધો આ ગાથામાં આવી ગયો છે. સર્વ પદાર્થો ઉપરથી પ્રેમ ઉઠાવીને એક પ્રભુ પ્રત્યે પરમ પ્રેમ થાય તો સર્વાગમનું જ્ઞાન, ભણ્યા વિના જ આવી જાય. “મન મહિલાનું રે વહાલા ઉપરે, બીજા કામ કરત; તેમ શ્રુત ઘમેં રે મન દ્રઢ ઘરે, જ્ઞાનાક્ષેપકવંત.” આ તો એક સામાન્ય દ્રષ્ટાંત છે. એના કરતાં અનંતગણો પ્રેમ આવવો જોઈએ. બધા આગમો એની સાક્ષી પૂરે છે. પ્રેમરૂપી અગ્નિ લાગે તો બઘા કર્મો બળી જાય. પરાભક્તિ એ કેવળજ્ઞાનનું બીજ છે. પ્રભુભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન.” Iટા -પૂ.શ્રી બ્ર.જી.દર્શન (પૃ.૧૫૦) પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસેં, સબ આગમભેદ સુઉર બસેં.... 318
SR No.009109
Book TitleAgnabhakti
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Rajchandra
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy