________________ પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસેં, સબ આગમભેદ સુઉર બસેં;'..... શ્રીમદ્ રાજચંદ્ર' માંથી - જ્ઞાનીને જે ઓળખીને ભજે તે જ તેવો થાય, અને તે જ ઉત્તમ મુમુક્ષુ જે વાસ્તવ્ય જ્ઞાનીને ઓળખે છે, તે ધ્યાનાદિને ઇચ્છે નહીં, એવો અમારો અંતરંગ અભિપ્રાય વર્તે છે.” માત્ર જ્ઞાનીને ઇચ્છે છે, ઓળખે છે અને ભજે છે, તે જ તેવો થાય છે. અને તે ઉત્તમ મુમુક્ષુ જાણવો યોગ્ય છે.” (વ.પૃ.૩૨૦) જેને જ્ઞાની પુરુષની ઓળખાણ છે તેને ઘણો જ પ્રેમ આવે છે “એક માણસના હાથમાં ચિંતામણિ આવ્યો હોય, ને તેની તેને ખબર (ઓળખાણ) છે તો તેના પ્રત્યે તેને ઘણો જ પ્રેમ આવે છે, પણ જેને ખબર નથી તેને કંઈ પણ પ્રેમ આવતો નથી.” (વ.પૃ.૯૯૯) જ્ઞાની પ્રત્યે અચળ પ્રેમ કરે તે જ્ઞાની જેવો થાય “ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાનીપુરુષનાં ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યફપ્રતીતિ આવ્યા વિના સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, અને આધ્યેથી અવશ્ય તે મુમુક્ષુ જેના ચરણારવિંદ તેણે સેવ્યાં છે તેની દશાને પામે છે. આ માર્ગ સર્વ જ્ઞાનીઓએ સેવ્યો છે, સેવે છે, અને સેવશે. જ્ઞાનપ્રાપ્તિ એથી અમને થઈ હતી, વર્તમાને એ જ માર્ગથી થાય છે અને અનાગત કાળે પણ જ્ઞાનપ્રાપ્તિનો એ જ માર્ગ છે. સર્વ શાસ્ત્રનો બોધ લક્ષ જોવા જતાં એ જ છે. અને જે કોઈ પણ પ્રાણી છૂટવા ઇચ્છે છે તેણે અખંડ વૃત્તિથી એ જ માર્ગને આરાઘવો.” (વ.પૃ.૨૫૯) બોઘામૃત ભાગ-૧' માંથી : સંસારનો બધો પ્રેમ ઉઠાવી સપુરુષ પ્રત્યે કરવો તે પરમપ્રેમ મુમુક્ષુ-પરપ્રેમપ્રવાહ બઢે પ્રભુસેં એનો શો ભાવાર્થ છે? પૂજ્યશ્રી–જીવની પાસે પ્રેમરૂપી મૂડી છે, તે શરીરમાં, કુટુંબ આદિમાં વેરી નાખી છે, તે બધેથી ઉઠાડી સન્દુરુષ પ્રત્યે પરમ પ્રેમ કરવાનો છે. પ્રેમ સંસારમાં રોકાયો છે. પ્રેમની જેટલી શક્તિ છે તે બધી પ્રભુ પ્રત્યે વપરાય, તે પરપ્રેમ એટલે પરમ પ્રેમ છે. પ્રેમ એ આત્મા છે.” -બો.૧ (પૃ.૬૬૯) બોઘામૃત ભાગ-૨' માંથી - સપુરુષ પ્રત્યે, તેના વચન પ્રત્યે પ્રેમ ન આવે તો આત્મવિચાર જન્મે નહીં. “જીવની પાસે ખરી મૂડી પ્રેમ છે. એ પ્રેમરૂપી મૂડી પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં વેરી નાખી છે. તેથી સાચી કમાણી થતી નથી. એ પ્રેમરૂપી મૂડી સપુરુષમાં વાપરે તો ખરી કમાણી થાય. “પર પ્રેમપ્રવાહ બઢે પ્રભુસેં.” જ્ઞાની પુરુષ તો પોકારીને કહે છે કે હે જીવ! તું મોહનિદ્રામાં ઊંધે 319