________________ આજ્ઞાભક્તિ - “યમ નિયમ” કાવ્યનું વિવેચન છે, માટે જાગ. જ્યાં સુધી સસ્તુરુષ પ્રત્યે અને તેમના વચન પ્રત્યે તથા તે જ વચનના આશય પ્રત્યે પ્રેમ ન આવે ત્યાં સુધી આત્મવિચાર ઉદય પામે નહીં. - અનાદિકાળથી જીવની બાહ્ય વૃત્તિ છે. અરૂપી આત્મા ભણી વળવી મુશ્કેલ છે. પોતાની પાસે જ આત્મા છે તેની ઓળખાણ કરવાની છે. પુરુષ ઉપર વિશ્વાસ આવે તો થાય. જ્યારે એને સન્મુરુષ પ્રત્યે પ્રેમ આવે ત્યારે એને લાગે કે આટલા કાળ સુધી બધાં સાધનો વૃથા કર્યા. માટે હવે લક્ષ રાખીને આત્માનું કરવું. વિશ્વાસ આવ્યા પછી બધું સહેલું છે. જ્યાં સુધી પરવસ્તુઓમાં પ્રેમ છે, ત્યાં સુધી સાચી વસ્તુ પર વિશ્વાસ આવે નહીં.” -o.2 (પૃ.૧૮૭) સંસારમાં પ્રેમ હોય ત્યાં સુધી આત્મા હાથમાં ન આવે “પ્રીતિ અનંતી પરથકી, જે તોડે હો તે જોડે એહ.” “સંસારમાં પ્રીતિ હોય ત્યાં સુધી પરમાર્થ હાથમાં ન આવે. પરમાર્થ ભુલાય છે એ જ મરણતુલ્ય છે. “ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો! રાચી રહો!” પરમાર્થ ન ભુલાય એ જ કાળજી રાખવાની છે. “કળિયુગ છે માટે ક્ષણવાર પણ વસ્તુવિચાર વિના ન રહેવું.” -o.2 (પૃ.૮૭) ઘન કુટુંબાદિમાં પ્રેમ છે તેટલો સત્સંગ, આત્મા ઉપર આવે તો કામ થાય “જ્યાં સુધી સંસાર પ્રિય લાગતો હોય ત્યાં સુધી મોક્ષનું માહાત્મ ન લાગે. સત્સંગ સર્વોપરી વસ્તુ છે. માહાસ્ય લાગ્યું નથી. ઘન કુટુંબાદિ ઉપર જેટલો પ્રેમ આવે છે તેટલો પ્રેમ સત્સંગ ઉપર, આત્મા ઉપર આવે ત્યારે કામ થાય. ત્યાં સુધી અપ્રમત્તપણે પુરુષાર્થ કરવાનો છે. જીવની પાસે પ્રેમરૂપી મૂડી છે, તે સંસારમાં વેરી નાખે છે. એ પ્રેમની મૂડી બધેથી ઉઠાવી મોક્ષમાં જોડવી, તો કલ્યાણ થશે. “પર પ્રેમપ્રવાહ બઢે પ્રભુસેં' જગતમાં કોઈ મારું નથી.” -બો.૨ (પૃ.૭૯) સંસારમાં પ્રેમ કર્યો તેથી અનંતગણો પ્રેમ સપુરુષના વચનમાં કરવો જ્ઞાનીપુરુષે જે કંઈ કહ્યું હોય તેમાં પ્રેમ આવે, તેમાં ને તેમાં જ રહ્યા કરે, એથી જ મારું કલ્યાણ છે, એમાં જેટલો કાળ જાય તેટલું મારું જીવન સફળ છે, એમ અપૂર્વતા લાગે તો સ્વચ્છંદ રોકાય. જ્ઞાનીએ જે કહ્યું હોય તેમાં અચળપણું કરવું. અચળ એટલે બીજે ખસે નહીં. એવી ભક્તિ કરવાની છે. મંત્રનું સ્મરણ ભુલાય નહીં એવું કરવાનું છે. ગમે ત્યાં બજારમાં હોઈએ કે ઘરમાં, પણ એ જ સાંભર્યા કરે એવું થાય ત્યારે ભક્તિ કરી કહેવાય. જ્ઞાનીએ કહેલાં વચનો સિવાય આખું જગત સોનાનું થાય તો પણ મારે તૃણવત્ છે, એવી ભાવના કરવી. પ્રેમને સંસાર પરથી ઉઠાડી જ્ઞાનીએ કહ્યું તેમાં જોડવો. મન બીજે ચોંટયું છે. તે બધેથી ઉઠાડે તો ભક્તિ થાય. પ્રીતિ અનંતી પર થકી, જે તોડે હો તે જોડે એહ; પરમપુરુષથી રાગતા.” મનને કહેવું કે તારે છૂટવું હોય તો બધેથી છૂટી અહીં આવ. જગત જોઈતું હોય તો લખચોરાશીમાં ભટક. વૈરાગ્ય એ મોક્ષનો ભોમિયો છે. એ વૈરાગ્ય આવે તો મોક્ષમાર્ગ એને દેખાય. સંસારમાં પ્રેમ કર્યો છે તેથી અનંતગણો પ્રેમ સસ્કુરુષનાં વચનોમાં કરવાનો છે. સંસારનો પ્રેમ તો 320