________________ ‘પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસેં, સબ આગમભેદ સુઉર બસેં;'... લખચોરાશીમાં ભટકાવે, અને આ ભગવાન પરનો પ્રેમ તો બધેથી મુક્ત કરે.” fe 1 -બો.૨ (પૃ.૯૯) શરીરાદિ પ્રત્યે પ્રેમ છે તે પલટાવી સપુરુષ પ્રત્યે કરવો “પુરુષને સ્ત્રી પ્રત્યે અને સ્ત્રીને પુરુષ પ્રત્યે પ્રેમ હોય છે. સવારમાં ઊઠીને બધી સતીઓનાં નામ લે છે, તેનું કારણ એ પવિત્ર છે. પતિવ્રતાનો પ્રેમ તો સંસારપ્રત્યયી પ્રેમ છે. એ દ્રષ્ટાંત ઉપરથી અસાંસારિક વસ્તુ પ્રત્યે પ્રેમ કરવાનો છે. જીવની પાસે પ્રેમ મૂડી છે. લૌકિક પ્રેમ શરીરાદિ પ્રત્યે છે તે પલટાવી સપુરુષ પ્રત્યે કરે તો કેવળજ્ઞાન સુધી લઈ જાય. “પરપ્રેમ-પ્રવાહ બઢે પ્રભુસેં, સબ આગમભેદ સુઉર બસે; વહ કેવલકો બીજ જ્ઞાની કહે,” -બો.૨ (પૃ.૯૬) સંસાર પ્રત્યે પ્રેમથી સંસાર વધે, ઘર્મ પ્રત્યે પ્રેમથી ઘર્મ પ્રગટે સંસારનો ક્ષય કરવા માટે પ્રભુ પ્રત્યે પ્રેમ એ સાઘન છે. જ્ઞાનીએ જે ઉપદેશ કર્યો હોય, લક્ષ રાખવા કહ્યું હોય તે પ્રત્યે એટલો પ્રેમ હોય કે દેહ પ્રત્યે પણ તેટલો પ્રેમ ન રહે. જ્ઞાનીનું એક વચન પણ મોક્ષે લઈ જાય એવું છે. તેમાં જ એનું ચિત્ત રહે છે. છઠ્ઠી કાન્તા દ્રષ્ટિમાં એવો પ્રેમ હોય છે. પાંચમી સ્થિર દ્રષ્ટિમાં ક્ષાયક સમતિ થાય છે. તેથી પણ ચઢિયાતી દશામાં એવો પ્રેમ કહ્યો છે. રાગ, પ્રેમ, સ્નેહ બધું એક જ છે. જે પ્રેમ સંસાર પ્રત્યે છે તે સંસાર પ્રગટાવે અને તે ઘર્મ પ્રત્યે થાય તો ઘર્મ પ્રગટે. કાન્તા' શબ્દનો અર્થ પણ એ જ છે–પતિવ્રતાનું ચિત્ત પતિમાં જ રહે છે, તેમ મુમુક્ષનું ચિત્ત સત્પરુષનાં વચનમાં જ રહે.” -બો.૨ (પ્ર.૯૬) ભક્તિ કરી ભગવાન પાસે મોક્ષ સિવાય બીજું કંઈ માંગવું નહીં ભક્તિમાં સ્વચ્છેદ આદિ દોષો થતા નથી. ભક્તિ એ ઉત્તમ વસ્તુ છે પણ નિષ્કામ ભક્તિ થવી જોઈએ. જ્ઞાનમાર્ગ બહુ અઘરો છે. તેમાં અલ્પ જ્ઞાન હોય તો નુકસાન કરે. ભક્તિમાં હું કંઈ જ જાણતો નથી એમ થાય છે અને આજ્ઞામાં વર્તે તેથી ચિત્ત બીજે જાય નહીં.” -ઓ.૨ (પૃ.૯૬) શુદ્ધ સ્વરૂપની ભક્તિ કરવા નિરંતર મંત્રમાં રહેવું યોગ્ય “સપુરુષનું ચિત્રપટ હૃદયમાં દેખાય તે કરતાં સસ્તુરુષના સ્વરૂપની ભક્તિ કરે, સ્મૃતિ કરે એથી વઘારે લાભ છે. સત્પરુષની દશા સમજવા ગુણોનું સ્મરણ કરવા માટે ચિત્રપટ છે.” -બો.૨ (પૃ.૯૬) પ્રભુ પ્રત્યે પ્રેમરૂપ ભક્તિ વિના શાંતિ થાય નહીં “વ્યાસજીને નારદઋષિ મળ્યા ત્યારે વ્યાસજીએ કહ્યું કે મેં ઘણાં શાસ્ત્રો લખ્યાં છે, પણ શાંતિ થઈ નહીં. નારદઋષિએ કહ્યું કે ભક્તિમાં લીન થાઓ ત્યાર પછી વ્યાસજીએ ભક્તિ વિષે લખવું શરૂ કર્યું હતું.” ઓ.૨ (પૃ.૭૧) 321