________________ આજ્ઞાભક્તિ - “યમ નિયમ” કાવ્યનું વિવેચન દ્રષ્ટિથી સમસ્ત સૃષ્ટિ શેય પણે તારે વિષે દેખાશે.” (વ.પૃ.૪૮૨) ચમનિયમાદિ સાઘનો આત્મજ્ઞાનની યોગ્યતા મેળવવા માટે કહ્યાં છે “બીજા પદનો સંક્ષેપ અર્થ - હે મુમુક્ષુ! યમનિયમાદિ જે સાઘનો સર્વ શાસ્ત્રમાં કહ્યાં છે, તે ઉપર કહેલા અર્થથી નિષ્ફળ ઠરશે એમ પણ નથી, કેમકે તે પણ કારણને અર્થે છે; તે કારણ આ પ્રમાણે છે : આત્મજ્ઞાન રહી શકે એવી પાત્રતા પ્રાપ્ત થવા, તથા તેમાં સ્થિતિ થાય તેવી યોગ્યતા આવવા એ કારણો ઉપદેશ્યાં છે. તત્ત્વજ્ઞાનીઓએ એથી, એવા હેતુથી એ સાઘનો કહ્યાં છે. પણ જીવની સમજણમાં સામટો ફેર હોવાથી તે સાધનોમાં જ અટકી રહ્યો અથવા તે સાઘન પણ અભિનિવેશ પરિણામે ગ્રહ્યાં.” (વ.પૃ.૪૮૨) ગુરુ ઉપદેશથી આત્મસ્વરૂપ જાણી, શ્રદ્ધી, તેનું ચિંતન કરો સર્વશે કહેલું ગુરુઉપદેશથી આત્માનું સ્વરૂપ જાણીને, સુપ્રતીત કરીને તેનું ધ્યાન કરો. જેમ જેમ ધ્યાનવિશદ્ધિ તેમ તેમ જ્ઞાનાવરણીયનો ક્ષય થશે. પોતાની કલ્પનાથી તે ધ્યાન સિદ્ધ થતું નથી.” (વ.પૃ.૫૮૫) સદ્ગુરુના ઉપદેશથી યોગ્ય બની, સંસાર તાપ શમાવવો એ જ કરવા યોગ્ય “સદ્ગુરુના ઉપદેશ વિના અને જીવની સત્પાત્રતા વિના એમ થવું અટક્યું છે. તેની પ્રાપ્તિ કરીને તે સંસારતાપથી અત્યંત તપાયમાન આત્માને શીતળ કરવો એ જ તત્યતા છે.” (વ.પૃ.૧૭૮) આત્મારૂપ જ્ઞાનીપુરુષના બોઘ વિના જીવ કદી જાણ્યો જાય નહીં ઘણા પ્રકારે જીવનો વિચાર કરવાથી, તે જીવ આત્મારૂપ પુરુષ વિના જાણ્યો જાય એવો નથી, એવી નિશ્ચળ શ્રદ્ધા ઉત્પન્ન થઈ તે તીર્થકરના માર્ગબોઘને નમસ્કાર કરીએ છીએ. ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવનો વિચાર થવા અર્થે, તે જીવ પ્રાપ્ત થવા અર્થે, યોગાદિક અનેક સાઘનોનો બળવાન પરિશ્રમ કર્યો છતે, પ્રાપ્તિ ન થઈ, તે જીવ જે વડે સહજ પ્રાપ્ત થાય છે, તે જ કહેવા વિષે જેનો ઉદ્દેશ છે, તે તીર્થકરના ઉદ્દેશવચનને નમસ્કાર કરીએ છીએ.” (વ.પૃ.૩૬૬) અગમ અગોચર મુક્તિમાર્ગ, ગુરુ વિના ત્રણે કાળમાં હાથ લાગે નહીં “અગમ અગોચર નિર્વાણમાર્ગ છે, એમાં સંશય નથી. પોતાની શક્તિએ, સદ્ગુરુના આશ્રય વિના, તે માર્ગ શોધવો અશક્ય છે; એમ વારંવાર દેખાય છે, એટલું જ નહીં, પણ શ્રી સદ્ ગુરુચરણના આશ્રયે કરી બોઘબીજની પ્રાપ્તિ થઈ હોય એવા પુરુષને પણ સદ્ગુરુના સમાગમનું આરાધન નિત્ય કર્તવ્ય છે. જગતના પ્રસંગ જોતાં એમ જણાય છે કે, તેવા સમાગમ અને આશ્રય વિના નિરાલંબ બોઘ સ્થિર રહેવો વિકટ છે.” (વ.પૃ.૪૮૬). જુઓ, આ ચૈતન્ય લક્ષણવાળા એકેન્દ્રિય જીવો બિચારા કેટલા દુઃખી છે એક આચાર્યનું દૃષ્ટાંત - “જ્ઞાન અને ચારિત્રવડે પ્રઘાન, શ્રુતના રહસ્યનો પાર પામેલા અને ભવ્યજીવોને તારવામાં સમર્થ એવા કોઈ એક આચાર્ય અનેક સાઘુગણ સહિત ગામે ગામ 304