________________ ‘બિન સરુ કોય ન ભેદ લહે, મુખ આગલ હૈ કહ બાત કહે?”..... સાઘન રમકડાં જેવા છે. સુઘારસ ઝરે છે તેને અમૃતધારા પણ કહે છે. એ તો હકી બધાં સાઘનો છે.” -બો.૨ (પૃ.૧૪૫) આત્મજ્ઞાન મેળવવા માટે જપતપાદિ સાઘનો યોગ્યતા આપનાર છે. બઘાં શાસ્ત્રોનો સાર તો “આત્મા જાણવો’ કહ્યું. તો હવે આપણે જપ તપ નિયમ યમની શી જરૂર છે? એ તો નિષ્ફળ છે એમ કોઈ કહે, તો કે એમ નથી. આત્મા જાણવો છે, પણ એને માટે યોગ્યતા લાવવા સાધનની જરૂર પડશે. સાઘનો કરી આત્મપ્રાપ્તિ કરવી છે, પણ સાઘનો કર્યા કરે અને આત્માનો લક્ષ ન હોય તો તેમાં જ અટકી રહે. સાઘનનો આગ્રહ પછી એને થઈ જાય, કે “હું કરું છું એમ જ બઘા કરો' સાઘન છે તેથી સાધ્ય કરી લેવું. સાઘનમાં અટકી રહે તો સાધ્ય ન થાય. જેમ આંગળીથી ચંદ્ર બતાવે, પણ જોનાર જો આંગળીને જ વળગી રહે તો ચંદ્ર દેખાય નહીં તેમ સાઘનને વળગી રહે તો સાધ્ય રહી જાય.” બો.૨ (પૃ.૨૯૭). લક્ષ વગરની ક્રિયા આત્માર્થે નહીં પણ માનાર્થે આત્માર્થે તપ કરું છું એમ લક્ષ હોય ત્યાં આત્માર્થનું કારણ થાય અને આત્માર્થ ભૂલી જાય તો માનમાં તણાઈ જાય.” (બો.૧ પૃ.૫૧૭). ‘બિન સદ્ગુરુ કોય ન ભેદ લહે, મુખ આગલ હૈ કહ બાત કહે?”..૪ શ્રીમદ્ રાજચંદ્ર માંથી - જ્ઞાનીના ગુણનો વિચાર ન કરે અને પોતાને જ્ઞાની માને તે સંસાર વઘારે “જે પુરુષ સદ્ગુરુની ઉપાસના વિના નિજ કલ્પનાએ આત્મસ્વરૂપનો નિર્ધાર કરે તે માત્ર પોતાના સ્વચ્છંદના ઉદયને વેદે છે, એમ વિચારવું ઘટે છે. જે જીવ સત્પરુષના ગુણનો વિચાર ન કરે, અને પોતાની કલ્પનાના આશ્રયે વર્તે તે જીવ સહજમાત્રમાં ભાવવૃદ્ધિ ઉત્પન્ન કરે છે, કેમકે અમર થવાને માટે ઝેર પીએ છે.” (વ.પૃ.૮૦૩) આત્મસ્વરૂપને પ્રાપ્ત પુરુષ જ આત્મા જણાવી શકે, બીજો કોઈ નહીં હવે એવો નિશ્ચય કરવો ઘટે છે, કે જેને આત્મસ્વરૂપ પ્રાપ્ત છે, પ્રગટ છે, તે પુરુષ વિના બીજો કોઈ તે આત્મસ્વરૂપ યથાર્થ કહેવા યોગ્ય નથી; અને તે પુરુષથી આત્મા જાણ્યા વિના બીજો કોઈ કલ્યાણનો ઉપાય નથી. તે પુરુષથી આત્મા જાણ્યા વિના આત્મા જાણ્યો છે, એવી કલ્પના મુમુક્ષુ જીવે સર્વથા ત્યાગ કરવી ઘટે છે.” (વ.પૃ.૩૭૨) “એક આત્માને જાણતાં સમસ્ત લોકાલોકને જાણીશ” “પ્રથમ પદમાં એમ કહ્યું છે કે : હે મુમુક્ષુ! એક આત્માને જાણતાં સમસ્ત લોકાલોકને જાણીશ, અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે; માટે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઇચ્છાથી તું નિવૃત્ત અને એક નિજ સ્વરૂપને વિષે દ્રષ્ટિ છે કે જે 303