________________ આજ્ઞાભક્તિ - “યમ નિયમ” કાવ્યનું વિવેચન અબ ક્યોં ન બિચારત હૈ મનમેં, કછુ ઔર રહા ઉન સાઘનસેં?”..... “શ્રીમદ્ રાજચંદ્ર માંથી : “અજ્ઞાનીના બઘાં જપતપાદિ અહંકાર વઘારે “મિથ્યાવૃષ્ટિ સમકિતી પ્રમાણે જપતપાદિ કરે છે, એમ છતાં મિથ્યાવૃષ્ટિનાં જપતપાદિ મોક્ષનાં હેતુભૂત થતાં નથી, સંસારના હેતુભૂત થાય છે. સમકિતીનાં જપતપાદિ મોક્ષનાં હેતુભૂત થાય છે. સમકિતી દંભરહિત કરે છે, આત્માને જ નિંદે છે, કર્મો કરવાનાં કારણોથી પાછો હઠે છે. આમ કરવાથી તેના અહંકારાદિ સહેજે ઘટે છે. અજ્ઞાનીનાં બધાં જપતપાદિ અહંકાર વઘારે છે, અને સંસારના હેતુ થાય છે.” (વ.પૃ.૬૯૭) સર્વ ક્રિયા, રાગદ્વેષ કષાયાદિ છોડવા માટે છે; બંઘન માટે નથી “સર્વ પ્રકારની ક્રિયાનો, યોગનો, જપનો, તપનો, અને તે સિવાયના પ્રકારનો લક્ષ એવો રાખજો કે આત્માને છોડવા માટે સર્વે છે; બંઘનને માટે નથી. જેથી બંઘન થાય એ બઘાં (ક્રિયાથી કરીને સઘળાં યોગાદિક પર્યત) ત્યાગવા યોગ્ય છે.” (વ.પૃ.૨૫૬) ‘બોઘામૃત ભાગ-૨' માંથી : આત્મજ્ઞાનના લક્ષ વગર ક્રિયા કરે તે પુણ્ય બાંધે પણ મોક્ષ ન થાય “બીજાં વ્રતનિયમ ઘણા કરે, પણ આત્મજ્ઞાન વગર પુણ્ય ભોગવાઈને જતું રહે છે. પહેલામાં પહેલું આત્મજ્ઞાન કરવાનું છે. જે કંઈ કરવું તે આત્મજ્ઞાન માટે. એ જ્ઞાનીની શિખામણ ભૂલવા જેવી નથી. વ્રતનિયમ હોય પણ એકડા વગરના મીંડા છે. અભવ્ય જીવ પણ વ્રતનિયમ પાળે, તલ જેટલા કકડા કરે તોય ક્રોઘ ન કરે, તેથી નવરૈવેયક સુધી જાય છે, પણ એ આત્મજ્ઞાનનો લક્ષ બંધાયા વગર કરે છે. કષાય ઓછા કરે તેટલું વધારે પુણ્ય બંધાય, તેથી દેવનાં સુખ વગેરે મળે, પણ એ રહેવાનું નથી, દેખાઈને જતું રહેવાનું છે. ખાલી હાથે પાછો આવે. આત્મા ભૂલાઈ જાય છે અને હું વ્રત કરું છું, હું તપ કરું છું એમ જીવ અભિમાન કરે છે. ખરી રીતે પહેલું આત્મજ્ઞાન થાય પછી વ્રતનિયમ આવે તો તે કર્મને છેદવાનાં શસ્ત્રો છે. પછી પંચ મહાવ્રત પાળે તો તે નકામું ન જાય, પણ આત્મજ્ઞાનના લક્ષ વગર કરે તો માત્ર પુણ્ય બાંધે. આત્મજ્ઞાન ચોથે ગુણસ્થાનકે થાય છે, શ્રાવકપણું પાંચમે અને પછી છ મુનિપણું આવે છે. ન કરવું એમ નથી, પણ આત્મજ્ઞાન કરીને જેટલું કરે તેટલું નિર્જરાનું કારણ થાય. પાપ કરતાં પુણ્ય સારું છે. જેમ કોઈ તડકામાંથી છાયામાં આવે તો સારું છે. જેટલું કરવું હોય તેટલું લક્ષ સહિત કરવું.” બો.૨ (પૃ.૨૭૮) સુઘારસ વગેરે સાઘનો છે તેને જ્ઞાન માની લે તો આગળ ન વધે. કોઈ સાઘનનો આપણે નિષેઘ નથી. સાઘન કરવાં, પણ આત્માને ભૂલી ગયો તો એ 302