________________ “અબ ક્યોં ને બિચારત હૈ મનમેં, કછુ ઔર રહા ઉન સાઘનસેં?'... છે. એને 2 આત્મજ્ઞાન કરવું છે એ લક્ષ હોય તો એ ભાવ પોષાય. નહીં તો જીવ બહારની વસ્તુઓમાં ખળી જાય છે. જગતના જીવો બાહ્ય વ્રતનિયમ તરફ જુએ છે; એને જ્ઞાન તરફ લક્ષ નથી. કુસંગનો પણ પ્રભાવ બહુ પડે છે. બીજી વસ્તુ જે નિયમ વ્રત કરવા તેને અપ્રઘાન કરી સત્સંગ કરવો.” ઓ.૨ (પૃ.૧૫૨) માર્ગનો અજાણ હોવાથી ગમે તે ઉપાય કરે પણ માર્ગ મળે નહીં વહ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પર્યો.” આટલું આટલું કર્યા છતાં માર્ગ ન મળ્યો. મારે માર્ગ શોઘવો છે, એવું થાય તો માર્ગ શોધે. જ્ઞાની કહે છે કે તને માર્ગ નથી મળ્યો, માર્ગ મળ્યો હોત તો મોક્ષે જતો રહ્યો હોત, અહીં રખડત નહીં. - પૂજ્યશ્રી–માર્ગ શાને કહેતા હશે? માર્ગ ન મળ્યો, પણ માર્ગ કયો? અહીં મોક્ષમાર્ગ કહેવો છે. બીજા માર્ગ તો આંખે દેખાય પણ મોક્ષમાર્ગ આંખે દેખાતો નથી, તેની વાત છે. અનંતકાળથી જીવને સાચો માર્ગ હાથ આવ્યો નથી. હાથ આવ્યો હોત તો મોક્ષ થાત. પોતાની કલ્પનાએ માથાકૂટ કરે પણ માર્ગ મળે એવો નથી, કારણ કે અજાણ છે.” -બો. (પૃ.૪૧) “અબ ક્યોં ન બિચારત હૈ મનમેં, કછુ ઓર રહા ઉન સાઘનસેં? બિન સગુરુ કોય ન ભેદ લહે, મુખ આગલ હૈં કહ બાત કહે?” 4 અર્થ - “આટલું આટલું પોતાની મેળે કર્યું છતાં કશું હાથમાં ન આવ્યું. ત્યારે જ્ઞાની પુરુષો આ જીવને સંબોધીને કહે છે કે મનુષ્યભવ મળ્યો છે તો મનથી કેમ નથી વિચારતો કે આ ઉપરના સાઘનોથી કંઈ બીજાં કરવા જેવું છે? સદ્ગુરુ વિના ગમે તેટલી માથાકૂટ કરે તોય પાર આવે એમ નથી. સદ્ગુરુ મળે તો આત્મા પાસે જ છે. દ્રષ્ટિ ફેરવવાની છે. દેહને જુએ છે તેના બદલે આત્મા જોવાની દ્રષ્ટિ કરવાની છે. સદ્ગુરુ વિના આવી દ્રષ્ટિ થાય નહીં. જીવ સમજે તો સહજ છે, નહીં તો અનંત ઉપાયે પણ હાથ આવે તેમ નથી, એવો આત્મા છે. જ્ઞાનીઓ કહે છે પણ પકડે કોણ? સદગુરુ વિના કામ થાય એમ નથી. સદ્ગુરુ મળે તો જ આત્મા સમજાય. એ વિના રહસ્ય જણાય એમ નથી. “જબ જાએંગે આતમા તબ લાગેંગે રંગ.” ખરો ગુરુ તો પોતાનો આત્મા જ છે. એ જ્યારે જાગશે ત્યારે કામ થશે. પોતે પોતાનો વૈરી થઈને વર્તે છે, તેના બદલે પોતે પોતાનો મિત્ર થઈ વર્તશે ત્યારે કામ આવશે. અનાથી મુનિએ શ્રેણિકને કહ્યું હતું કે આપણો આત્મા જ નંદનવન જેવો છે; અને આપણો આત્મા જ નરકે લઈ જનાર છે; આપણો આત્મા જ મિત્ર અને આપણો આત્મા જ શત્રુ છે. એ જ કર્મનો કરનાર અને મોક્ષે લઈ જનાર છે. ચાવી સદ્ગુરુના હાથમાં છે. માને તો કામ થઈ જાય.” જા -પૂ.શ્રી બ્ર.જી.દર્શન (પૃ.૧૫૦) 301