________________ FE 5 આજ્ઞાભક્તિ - “યમ નિયમ” કાવ્યનું વિવેચન મુખ્ય આ છે. તે ન હોય તો તેને દેખાય એવું છે. મૂળ મતલબ શું છે? બધી વસ્તુ જપ, તપ, ક્રિયા, કમાણી કરી; તેનું ફળ મળ્યું અને મળશે. પણ કરવાનું કે નથી કર્યું, તે શું છે? તે શોધી કાઢો. 1. મુમુક્ષુ–સમ્ય 2. પ્રભુશ્રી–જાઓ, આ આવ્યું, તે જ કહેવાશે. આ નથી આવ્યું. “સમકિત નવિ લહ્યું રે, એ તો રૂલ્યો ચતુર્ગતિ માંહે.' જપ, તપ, બીજાં સાઘન - બધાં પછી છે.” (ઉ.પૃ.૧૭૨) બોઘામૃત ભાગ-૨' માંથી - આત્માને ઓળખી અંદર સમાય તો પોતાના અનુભવમાં આવે “યમનિયમમાં સાઘન કહ્યાં છે તે અનંતવાર કર્યો, પણ સમ્યક્ઝકારે થયાં નથી એટલે જન્મમરણ ટળ્યાં નથી. એ બધો પુરુષાર્થ તો કર્યો પણ સમજવું અને શમાવું એ રહી ગયું. જ્ઞાન થવું અને બીજેથી વિરામ પામવું એ એની પાસે આવ્યું નથી. આત્મા સમજાયો નથી તો પછી છૂટેય નહીં. સમજીને શમાશે તે પોતાના અનુભવમાં આવશે. “અનંતકાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી? અને તે શું કરવાથી થાય? " (195) તેનો આ બધો ઉત્તર છે. ઉપયોગને બાહ્યમાં પ્રવર્તાવ્યો પણ અંદર શમાવ્યો નહીં, તેથી સહુ સાઘન બંઘન થયાં. મોક્ષ ન થયો.” -બો.૨ (પૃ.૨૭૩) શાસ્ત્રો વાંચે, વ્રત પાળે પણ સટ્ટુરુ વિના ભૂલ ટળતી નથી “ગમે તેટલાં શાસ્ત્રો વાંચે, વ્રત પાળે, પણ ભૂલ રહી જાય છે. જીવ અનંત કાળથી ઠગાતો આવ્યો છે. “વહ સાઘન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પર્યો.” મારે સ્વચ્છેદે વર્તવું નથી. એ સ્વચ્છેદથી મોક્ષ થાય એવો નથી. એ સ્વછંદ સદગુરુને યોગે રોકાય. એવા યોગની ભાવના કરવી કે મને કોઈ સગુરુનો યોગ ક્યારે થશે?” ઓ.૨ (પૃ.૨૭૯) સ્વચ્છેદે, દેખાદેખી કે કુગુરુ આશ્રયે કર્યું તેથી કંઈ હાથ ન આવ્યું બઘા સાઘનો કર્યા પણ સ્વચ્છેદ હતો તેથી ખામી આવી. દેખાદેખી કર્યું. સુગુરુ જોઈએ. કુગુરુને આશ્રયે બધું કર્યું. જે દેખાય છે તે વસ્તુ પ્રત્યે પ્રેમ થાય છે, પણ જ્ઞાની પુરુષ પ્રત્યે પ્રેમ થતો નથી. પુરુષમાં પરમેશ્વરબુદ્ધિ અને જ્ઞાનીઓએ પરમ ઘર્મ કહ્યો છે. જ્ઞાનીઓને એ જ કરાવવું છે.” -બો.૨ (પૃ.૬૮) મારે એક આત્માને ઓળખવો છે. એ લક્ષ ન હોય તો બહારમાં ખળી રહે “સત્સંગને ગવષવો. વ્રત નિયમ જાત્રા એ બધું પછી, પણ પહેલો સત્સંગ કરવા દે. એ વગર ઠેકાણું ન પડે. સત્સંગમાં નિર્ણય થાય છે. પછી જેટલું દોડે તેટલું સવળું પડે. સત્સંગ મળ્યો હોય અને આગ્રહ બીજા હોય તો સત્સંગ નિષ્ફળ જાય. યમનિયમનો આગ્રહ છોડી મારે એક આત્માને ઓળખવો છે એમ કરી સત્સંગ કરવો. મારે આત્મા ઓળખવો છે, જ્યાં ત્યાંથી મારે 300