________________ વહ સાઘન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પડે.. ધ્યાનમાં પ્રકાશ દેખાય તે આત્મા નહીં; પણ તેને જાણનાર તે આત્મા છે “પરમગુરુએ સાથુમંડળને ઉદ્દેશીને પ્રશ્ન કર્યો : “યોગના અભ્યાસીઓ * ધ્યાનમાં પોતાને અમુક પ્રકાશ આદિ દેખતા હોવાનું જણાવે છે તે શું હશે?” આ પ્રશ્નનો ઉત્તર અમે કોઈ આપી શક્યા નહીં. ત્યારે પોતે તે પ્રશ્નનો ખુલાસો કર્યો : “ધ્યાનની અંદર ચિંતવે તેવું તે યોગાભ્યાસીને દેખાય છે. દ્રષ્ટાંત તરીકે ધ્યાનમાં આત્માને પાડા જેવો ચિંતવી આ પહાડ જેવડું પૂંછડું હોવાનું ચિંતવે તો તેને આત્મા તે રૂપે ભાસે છે. પણ વસ્તુતઃ તે આત્મા નથી; પણ તેને જાણનાર જે છે તે આત્મા છે. જીવનકળા (પૃ.૨૪૩) અનાદિથી જીવે દેહને જ આત્મા માની ક્રિયાઓ કરી છે “અનાદિ કાળથી જીવ અવળે માર્ગે ચાલ્યો છે. જો કે તેણે જપ, તપ, શાસ્ત્રાધ્યયન વગેરે અનંત વાર કર્યું છે; તથાથિ જે કંઈ પણ અવશ્ય કરવા યોગ્ય હતું તે તેણે કર્યું નથી; જે કે અમે પ્રથમ જ જણાવ્યું છે.” (વ.પૃ.૨૯૦) સૌથી પ્રથમ સપુરુષનું વચન સાંભળી તે પ્રમાણે જ વર્તવા યોગ્ય “હે આયુષ્યમનો! આ જીવે સર્વ કર્યું છે. એક આ વિના, તે શું? તો કે નિશ્ચય કહીએ છીએ કે પુરુષનું કહેલું વચન, તેનો ઉપદેશ તે સાંભળ્યા નથી, અથવા રૂડે પ્રકારે કરી તે ઉઠાવ્યાં નથી.” (વ.પૃ.૨૬૦) અસદ્ગુરુ અને અસાસ્ત્રને સાક્ષાત્ આત્મઘાતી માને તો જ સ્વરૂપ સમજાય આત્માને ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પના વડે વિચારવામાં લોકસંજ્ઞા, ઓઘસંજ્ઞા અને અસત્સંગ એ કારણો છે; જે કારણોમાં ઉદાસીન થયા વિના, નિઃસત્ત્વ એવી લોકસંબંધી જપતપાદિ ક્રિયામાં સાક્ષાત્ મોક્ષ નથી, પરંપરા મોક્ષ નથી, એમ માન્યા વિના, નિઃસત્ત્વ એવા અસલ્લાસ્ત્ર અને અસદ્ગુરુ જે આત્મસ્વરૂપને આવરણનાં મુખ્ય કારણો છે. તેને સાક્ષાત્ આત્મઘાતી જાણ્યા વિના જીવન જીવના સ્વરૂપનો નિશ્ચય થવો બહુ દુર્લભ છે, અત્યંત દુર્લભ છે. જ્ઞાનીપુરુષનાં પ્રગટ આત્મસ્વરૂપને કહેતાં એવા વચનો પણ તે કારણોને લીધે જીવને સ્વરૂપનો વિચાર કરવાને બળવાન થતાં નથી.” (વ.પૃ.૩૭૨) ઉપદેશામૃત” માંથી :કરવાનું હતું સમ્યક્દર્શન, તે નથી કર્યું તેથી કંઈ હાથ ન આવ્યું અનંતવાર સાઘન કીઘાં, કંઈ હાથ ન આવ્યું : “વહ સાઘન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પર્યો.” -શ્રીમદ્ રાજચંદ્ર કંઈક રહ્યું. તે જે કર્તવ્ય છે તે રહ્યું. વિપ્ન ઘણાં છે. વિપ્ન એટલે કર્મ. તે આડાં ફરે છે. 299