________________ આજ્ઞાભક્તિ - “યમ નિયમ” કાવ્યનું વિવેચન વખત (બારનવાર) કર્યા છે, છતાં તેને હજુ તેનું ફળ કંઈ પ્રાપ્ત થયું નથી. ઘર્મ સાઘનો કર્યા પણ ઘર્મ ન પામ્યો.” (પૃ.૨૭) વહ સાઘન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પર્યો...... 3 “શ્રીમદ્ રાજચંદ્ર' માંથી : બીજું બધું કર્યું પણ આત્માને ઓળખી તેમાં શમાવવાનું ન થયું “અનંતકાળથી યમ, નિયમ, શાસ્ત્રાવલોકનાદિ કાર્ય કર્યા છતાં સમજાવું અને શમાવું એ પ્રકાર આત્મામાં આવ્યો નહીં, અને તેથી પરિભ્રમણનિવૃત્તિ ન થઈ. સમજાવા અને શમાવાનું જે કોઈ ઐક્ય કરે, તે સ્વાનુભવપદમાં વર્તે તેનું પરિભ્રમણ નિવૃત્ત થાય. સદ્ગુરુની આજ્ઞા વિચાર્યા વિના જીવે તે પરમાર્થ જાણ્યો નહીં, જાણવાનો પ્રતિબંઘક અસત્સંગ, સ્વચ્છેદ અને અવિચાર તેનો રોઘ કર્યો નહીં જેથી સમજાવું અને શમાવું તથા બેયનું ઐક્ય ન બન્યું એવો નિશ્ચય પ્રસિદ્ધ છે. અત્રેથી આરંભી ઉપર ઉપરની ભૂમિકા ઉપાસે તો જીવ સમજીને શમાય, એ નિઃસંદેહ છે. અનંત જ્ઞાની પુરુષે અનુભવ કરેલો એવો આ શાશ્વત સુગમ મોક્ષમાર્ગ જીવને લક્ષમાં નથી આવતો, એથી ઉત્પન્ન થયેલું ખેદ સહિત આશ્ચર્ય તે પણ અત્રે શમાવીએ છીએ. સત્સંગ, સદ્વિચારથી શમાવા સુધીનાં સર્વ પદ અત્યંત સાચાં છે, સુગમ છે, સુગોચર છે, સહજ છે, અને નિઃસંદેહ છે.” (વ.પૃ.૪૮૮) પોતાની કલ્પનાએ કંઈ કલ્યાણ નહીં; કલ્યાણ જ્ઞાની પુરુષની આજ્ઞાએ “જીવ પોતાની કલ્પનાથી કહ્યું કે ધ્યાનથી કલ્યાણ થાય કે સમાધિથી કે યોગથી કે આવા આવા પ્રકારથી, પણ તેથી જીવનું કંઈ કલ્યાણ થાય નહીં. જીવનું કલ્યાણ થવું તો જ્ઞાનીપુરુષના લક્ષમાં હોય છે, અને તે પરમ સત્સંગે કરી સમજી શકાય છે, માટે તેવા વિકલ્પ કરવા મૂકી દેવા.” (વ.પૃ.૩૮૨) સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે' (શ્રી ત્રિભોવનભાઈ ખંભાતવાળાના પ્રસંગમાંથી) શ્રી ત્રિભોવનભાઈનો પ્રસંગ - “મેં સાહેબજીને ધ્યાન સંબંધી પ્રશ્ન પૂછ્યો, પણ જવાબ આપ્યો નહીં. મેં બે ત્રણ વાર પાંચવાર પૂછ્યું હશે ત્યારે સાહેબજીએ કીધુ કે પાંચવાર પૂછ્યું? મેં કીધું મને બરોબર સ્મૃતિમાં નથી. પછી સાહેબજીએ કીધું કે : “ધ્યાન તરંગરૂપ છે.” તે વખતથી મને ધ્યાનનો આગ્રહ હતો તે જતો રહ્યો, તે એવો કે તે પછીથી ઇચ્છા ઉત્પન્ન થતી નથી. -શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો (પૃ.૧૮૪) 298