________________ સબ શાસ્ત્રનકે નય ઘારિ હિયે, મત મંડન ખંડન ભેદ લિયે;...... “સબ શાસ્ત્રનકે નય ઘારિ હિયે, ન્મત મંડન ખંડન ભેદ લિયે; વહ સાઘન બાર અનંત કિયો, છત્તદપિ કછુ હાથ હજુ ન પય.” 3 અર્થ :- “સર્વ શાસ્ત્રોને તેના નયપૂર્વક, પ્રમાણો વડે શીખી ગયો. પંડિત થયો, વાદવિવાદ કર્યા. અન્ય મતોનું ખંડન મંડન કર્યું. આ સાચો ઘર્મ છે, આ ખોટો છે, એમ ભેદ પાડ્યા. એવા સાઘનો અનંતી વાર કર્યા છતાં જીવ મોક્ષમાર્ગ પામ્યો નહીં. બધું કર્યું પણ જન્મમરણ છૂટ્યા નહીં.” રા -પૂ.શ્રી બ્ર.જી.દર્શન (પૃ.૧૫૦) “સબ શાસ્ત્રનકે નય ઘારિ હિયે, મત મંડન ખંડન ભેદ લિયે;”.... “શ્રીમદ્ રાજચંદ્ર' માંથી - આત્મા સમજવા શાસ્ત્રો ઉપકારી, તે પણ સ્વચ્છેદરહિત પુરુષને “આત્માર્થ સિવાય, શાસ્ત્રની જે જે પ્રકારે જીવે માન્યતા કરી કૃતાર્થતા માની છે, તે સર્વ શાસ્ત્રીય અભિનિવેશ' છે. સ્વચ્છંદતા ટળી નથી, અને સત્સમાગમનો યોગ પ્રાપ્ત થયો છે, તે યોગે પણ સ્વદના નિર્વાહને અર્થે શાસ્ત્રના કોઈ એક વચનને બહુવચન જેવું જણાવી, છે મુખ્ય સાધન એવા સત્સમાગમ સમાન કે તેથી વિશેષ ભાર શાસ્ત્ર પ્રત્યે મૂકે છે, તે જીવને પણ ‘અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ” છે. આત્મા સમજવા અર્થે શાસ્ત્રો ઉપકારી છે, અને તે પણ સ્વચ્છેદરહિત પુરુષને; એટલો લક્ષ રાખી સન્શાસ્ત્ર વિચારાય તો તે “શાસ્ત્રીય અભિનિવેશ” ગણવા યોગ્ય નથી. સંક્ષેપથી લખ્યું છે.” (વ.પૃ.૪૯૦) બઘા નયનું જ્ઞાન આત્માર્થે છે. આત્માર્થ તે જ ખરો નય. સાત નય અથવા અનંત નય છે, તે બધા એક આત્માર્થે જ છે, અને આત્માર્થ તે જ એક ખરો નય. નયનો પરમાર્થ જીવથી નીકળે તો ફળ થાય; છેવટે ઉપશમભાવ આવે તો ફળ થાય; નહીં તો જીવને નયનું જ્ઞાન જાળરૂપ થઈ પડે; અને તે વળી અહંકાર વઘવાનું ઠેકાણું છે. સત્પરુષના આશ્રયે જાળ ટળે.'' (વ.પૃ.૭૨૫) નિત્યનિયમાદિ પાઠ' માંથી - “અનેક પ્રકારનાં શાસ્ત્રો છે. જેમકે ચરણાનુયોગ, કરણાનુયોગ, ઘર્મકથાનુયોગ વગેરે. તે સર્વ શાસ્ત્રોને તેના નયપૂર્વક એટલે નિશ્ચય અને વ્યવહારનયની અપેક્ષાની સમજણપૂર્વક શીખ્યો, સમજ્યો. તેથી મત કેમ સ્થાપિત કરવા ને ઉથાપવા તેનું રહસ્ય જાણ્યું. એ રીતે અનેક ઘર્મમતો સ્થાપિત કર્યા તેમ જ અનેક ઘર્મમતો ઉખેડી નાખ્યા. જેમકે મહાવીર સ્વામીના પૂર્વ ભવોમાં થયું હતું. આ બધાં સાઘનો જીવે અનાદિકાળથી અનેક ઉત્સર્પિણી અવસર્પિણીમાં ભમતાં અનેકાનેક 297