________________ આજ્ઞાભક્તિ - “યમ નિયમ” કાવ્યનું વિવેચન f6 “શ્રીમદ્ રાજચંદ્ર માંથી - અનંતવાર કરેલ જપ, તપ વૈરાગ્યાદિ કેમ નિષ્ફળ ગયા? તેનું શું કારણ? અનંતકાળ થયાં જીવનું સંસારને વિષે પરિભ્રમણ છે, અને એ પરિભ્રમણને વિષે એણે અનંત એવા જપ, તપ, વૈરાગ્યાદિ સાઘનો કર્યા જણાય છે, તથાપિ જેથી યથાર્થ કલ્યાણ સિદ્ધ થાય છે, એવાં એક્કે સાઘન થઈ શક્યાં હોય એમ જણાતું નથી. એવાં તપ, જપ, કે વૈરાગ્ય અથવા બીજાં સાઘનો તે માત્ર સંસારરૂપ થયાં છે; તેમ થયું તે શા કારણથી? એ વાત અવશ્ય ફરી ફરી વિચારવા યોગ્ય છે. (આ સ્થળને વિષે કોઈ પણ પ્રકારે જપ, તપ, વૈરાગ્યાદિ સાઘનો નિષ્ફળ છે એમ કહેવાનો હેતુ નથી, પરંતુ નિષ્ફળ થયાં છે, તેનો હેતુ શો હશે? તે વિચારવા માટે લખવામાં આવ્યું છે. કલ્યાણની પ્રાપ્તિ જેને થાય છે, એવા જીવને વિષે વૈરાગ્યાદિ સાઘન તો ખચીત હોય છે.)” (વ.પૃ.૩૪૯) બે અક્ષરમાં માર્ગ રહ્યો છે, તે બે અક્ષર કયા? તો કે જ્ઞાની 3. અનાદિકાળના પરિભ્રમણમાં અનંત વાર શાસ્ત્રશ્રવણ, અનંત વાર વિદ્યાભ્યાસ, અનંત વાર જિનદીક્ષા, અનંત વાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે. માત્ર, “સતું મળ્યા નથી, “સત્ સુપ્યું નથી, અને ‘સત્ શ્રદ્ધયું નથી, અને એ મળે, એ સુષ્ય, અને એ શ્રદ્ધયે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. 4. મોક્ષનો માર્ગ બહાર નથી, પણ આત્મામાં છે. માર્ગને પામેલો માર્ગ પમાડશે. 5. બે અક્ષરમાં માર્ગ રહ્યો છે, અને અનાદિ કાળથી એટલું બધું કર્યા છતાં શા માટે પ્રાપ્ત થયો નથી તે વિચારો” (વ.પૃ.૨૪૬) બોઘામૃત ભાગ-૨' માંથી :જ્ઞાન ગુણ છે, જ્ઞાની ગુણી છે. તેથી ‘જ્ઞાન જ્ઞાનીમાં કળો' માટે બે અક્ષર તે જ્ઞાની બે અક્ષરમાં માર્ગ રહ્યો છે. તે બે અક્ષર કહ્યા હશે? ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીએ કહ્યું હતું કે જ્ઞાન અને જ્ઞાની.” -બો.૨ (પૃ.૩૫) ઉદાસ થયો પણ આત્મપ્રાપ્તિ રહી ગઈ માટે પુરુષ કહે તેમ કર તપની ઘણી વિધિઓ છે, તે બધા પ્રકારના તપ પણ કર્યા. દેખાય છે તે બધું કર્યું. ઉદાસ થઈ ગયો, ઉદાસ થઈને શું કરવું તે રહી ગયું. અનંત કાળનો પુરુષાર્થ નકામો ગયો, તો હવે તો વિચાર. બહારનાં બધાં સાધનોનો પુરુષાર્થ કર્યો, પણ કંઈ હાથ ન આવ્યું; નિષ્ફળ થયું. માટે મારાથી તો કંઈ થતું નથી, એમ કરી જ્ઞાનીપુરુષ પાસે જા. “બીજું કાંઈ શોઘ મા. માત્ર એક સપુરુષને શોધીને તેના ચરણકમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વન્ય જા, પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે.” (76) -o.2 (પૃ.૬૮) 296