________________ જપ ભેદ જપે તપ ત્યૌહિ તપે, ઉરસેંહિ ઉદાસી લઈ સબપે'..... જ્યાં મહાવીર ભગવાન બિરાજ્યા હતા ત્યાં શિવરાજર્ષિ આવી પ્રભુને વંદન 6 કી કરી હાથ જોડી તેમની સન્મુખ બેઠા. પ્રભુએ સંશય નિવારક સુધામય દિવ્ય . દેશના સંભળાવી. તે ઘર્મ સાંભળી શિવરાજર્ષિ પ્રતિબોધ પામ્યા. ભગવાન પાસે પ્રવજ્યા ગ્રહણ કરી. અગિયાર અંગો ભણ્યા અને છેવટે સર્વ કર્મનો ક્ષય કરી શિવરાજર્ષિ મોક્ષસુખને પામ્યા.” -ચોસઠપ્રકારી પૂજાના આધારે બહારના પદાર્થોમાં વૃત્તિ ન જાય તે જ ખરી સમાધિ સમાધિ માટે જગતમાં જે કહેવાતું હોય તે બધું એમણે તપાસી જોયું. ઇન્દ્રિયોના, શ્વાસના ભેદો જાણીને યોગશાસ્ત્રમાં બધું કહ્યું છે. જેટલો થાય તેટલો બાહ્ય વસ્તુઓનો વિચાર કર્યો છે. લોકો શ્વાસ રોકે ત્યારે સમાધિ કહે છે, પણ એ સમાધિ નથી. ભગવાને સમાધિ શાને કહી છે? તે કૃપાળુદેવ કહે છે કે “આત્મપરિણામની સ્વસ્થતા” એટલે આત્મામાં રહે, બહારના પદાર્થોમાં વૃત્તિ ન જાય તે સમાધિ છે. નહીં તો જીવ ઠગાઈ જાય. આત્મપરિણામની સ્વસ્થતા આત્મા ઓળખાયા વગર ક્યાંથી થાય? રાગદ્વેષથી આત્માનાં પરિણામ ચંચળ થાય છે. એ રાગદ્વેષ ન થાય ત્યારે સમાધિ કહેવાય. સમ્યગ્દર્શન થયા પછી એને સહજ સમાધિ રહે છે. ચોથી દીક્ષાદ્રષ્ટિમાં પ્રાણાયામનું સ્વરૂપ કહ્યું છે– “બાહ્યભાવ રેચક ઈહાં જી, પૂરક અંતરભાવ; કુંભક થિરતા ગુણે કરી જી, પ્રાણાયામ સ્વભાવ.” બાહ્યભાવને બહાર કાઢવો અને અંતરભાવને અંદર પૂરવો અને ગુણોમાં સ્થિરતા કરવી તે રેચક, પૂરક અને કુંભક છે. એ ભાવપ્રાણાયામ છે. શ્વાસ રોકવા, કાઢવા એવું તો જીવે ઘણી વાર કર્યું છે. ઓ.૨ (પૃ.૨૧૨) બહારની બધી ક્રિયા કરે પણ અંદરની વાસના રોકાતી નથી એક બાવાનું દ્રષ્ટાંત - “પ્રભુશ્રીજી એક દ્રષ્ટાંત આપતા કે એક સમાધિ ચઢાવનાર બાવો હતો. તેણે યજમાનને ઘેર જઈ કઢી થતી હતી તે માગી, પછી વાર હતી તેથી એક ખૂણામાં બેસી સમાધિ ચઢાવી, ત્યાં કોઈએ ઘાસની ગંજી લાવી ખડકી દીધી. તે બાવાજી છ મહિના તેની નીચે સમાધિ લગાવી બેસી રહ્યા. જ્યારે સમાધિ છૂટી ત્યારે “કઢી થઈ?” એમ બોલ્યા. એટલું બધું કર્યું પણ એની કઢીની વાસના ન ગઈ.” -બો.૨ (પૃ.૨૧૨) તિલક કરતાં ત્રેપન વહ્યા, ને જપમાળાના નાકા ગયા; કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.” “જપ ભેદ જપે, તપ ત્યૌહિ તપે, ઉરસેંહિ ઉદાસી લહી સબવેં......૨ 295