________________ આજ્ઞાભક્તિ - “યમ નિયમ” કાવ્યનું વિવેચન હસ્તિનાપુરના રાજમાર્ગ વગેરે સ્થળોએ જઈ અનેક મનુષ્યો સમક્ષ કહેવા લાગ્યા કે હે દેવાનુપ્રિયો! મને સાતિશય જ્ઞાન-દર્શન ઉત્પન્ન થયા છે. તેથી આ આ દુનિયામાં સાત દ્વીપો અને સાત સમુદ્રો છે. ત્યાર પછી એક પણ દ્વીપ કે સમુદ્ર નથી. ગૌતમસ્વામી છઠ્ઠના પારણે ગોચરી નિમિત્તે હસ્તિનાપુરમાં પધાર્યા. મનુષ્યોના મુખથી શિવરાજર્ષિની સઘળી હકીકત જાણી. ગૌતમસ્વામી ભગવાન પાસે આવી હાથ જોડી પ્રશ્ન કર્યો કે હે ભગવાન! શિવરાજર્ષિનું એ કથન સત્ય છે કે મૃષા છે? કેવળજ્ઞાની પ્રભુએ જણાવ્યું કે- હે આયુષ્યમાન્ ગૌતમ! શિવરાજર્ષિનું કથન મિથ્યા છે, કેમકે આ તિર્યલોકમાં સાત નહીં, પણ જંબુદ્વીપ વગેરે અસંખ્યાતા દ્વીપો અને લવણસમુદ્ર વગેરે અસંખ્યાતા સમુદ્રો રહેલા છે. આવો પ્રભુનો પ્રત્યુત્તર સાંભળી પરિષદમાં રહેલા અનેક મનુષ્યોના હૃદયગત સંશયો દૂર થયા. દેશના સમાપ્ત થયે સઘળી પરિષદ આનંદપૂર્વક પ્રભુને વંદન–નમસ્કાર કરી જતાં રસ્તામાં સ્થળે સ્થળે લોકસમૂહમાં એક જ વાત ફેલાઈ કે ‘શિવરાજર્ષિનું કથન મૃષા છે'. શિવરાજર્ષિ પણ લોકો મારફત આ હકીક્ત જાણી મહાઉદ્વેગ પામ્યા. કલુષતા થવાથી તેમનું વિર્ભાગજ્ઞાન પડી ગયું. રાજર્ષિના અંતરમાં શુભ સંકલ્પ થયો કે હું એ પ્રભુની પાસે જાઉં, તેમને વંદન–નમસ્કાર કરી મારા આત્માને કૃતકૃત્ય કરું. એમની સેવા આ ભવ અને પરભવમાં મને અવશ્ય અમોઘ ફળ આપનારી થશે. 294