________________ મન પીન નિરોઘ સ્વબોઘ કિયો, હઠજોગ પ્રયોગ સુ તાર ભયો'.... સાઘવાના હોય છે. નહીં તો ક્યાંય તણાઈ જાય. શ્વાસોચ્છવાસ સ્થિર થવાથી મન સ્થિર થાય છે. તેથી ઇન્દ્રિયો પણ પ્રબળ થાય છે. અને તેથી બે ચાર ગાઉ દૂરની વાત પણ સાંભળી શકે.... તેથી જીવને એમ થાય કે જુઓ! મને આત્મા પ્રાપ્ત થયો, એમ માની બેસે તેથી અવળે રસ્તે ચડી જાય. શ્વાસ રોકે પણ જ્ઞાની વગર મોહ ડરતો નથી. જ્ઞાનીના બોઘ સિવાય મોહ જવાનો રસ્તો નથી. અજ્ઞાની દ્વારા કંઈ સાઘન કલ્યાણરૂપ થતું નથી. જ્ઞાની દ્વારા એ સાઘન મળ્યું હોય તો કલ્યાણરૂપ થાય.” -o.2 (પૃ.૧૪૭) જ્ઞાની પુરુષનો યોગ ન હોય તો જીવ અવળે રસ્તે ચઢી જાય શિવરાજર્ષિનું દ્રષ્ટાંત - “હસ્તિનાપુર નામના નગરમાં શિવરાજા રાજ્ય કરતો હતો. એક દિવસ મધ્ય રાત્રિએ તેને વિચાર આવ્યો કે પૂર્વ પુણ્યના ઉદયથી હું રાજ્ય ઋદ્ધિ પામ્યો છું. એકાંત સુખમાં મારું જીવન વ્યતીત થઈ રહ્યું છે. હમણાં પ્રબળ પુણ્યનો ઉદય પ્રવર્તી રહ્યો છે ત્યાં સુધીમાં - tal C છે શું છે છે ? BET મારું આત્મસાઘન પણ સાથી લઉં. એમ વિચારી પોતાના પુત્રનો રાજ્યાભિષેક કરી પોતે તાપસી દીક્ષા ગ્રહણ કરી. જંગલમાં ઝૂંપડી બનાવી તેમાં રહેવા લાગ્યો. છઠ્ઠ છઠ્ઠની તપસ્યાપૂર્વક આતાપના લેતા વિનય વગેરે ગુણોથી શિવરાજર્ષિને વિર્ભાગજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી વિભંગ નામનું જ્ઞાન ઉત્પન્ન થયું. વિભંગ જ્ઞાનના પ્રભાવે શિવરાજર્ષિએ તિસ્કૃલોકમાં રહેલા સાત દ્વીપ સમુદ્રોને નિહાળ્યા. તેથી પોતે એમ માનવા લાગ્યા કે મને સાતિશય જ્ઞાન-દર્શન ઉત્પન્ન થયાં છે. 293