________________ આજ્ઞાભક્તિ - “યમ નિયમ” કાવ્યનું વિવેચન કુરુદત્તનું દૃષ્ટાંત - “હસ્તિનાપુરમાં કુરુદત્ત નામે એક શ્રેષ્ઠીનો પુત્ર મહા સુખી હતો. તે એકદા ઘર્મદેશનાને સમયે શ્રી ગુરુ મહારાજ પાસે ગયો. ત્યાં તેણે સ્યાદ્વાદરૂપ ગુરુનું વાક્ય હૃદયમાં ધારણ કર્યું. ગુરુ મહારાજે કહ્યું કે ના ' “આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે અનેક અન્ય દર્શનીઓ (બીજા ઘર્મવાળાઓ) પરસ્પર વાદવિવાદ કરે છે. રેચક, કુંભક અને પૂરક વાયુનું અવલંબન કરીને પ્રાણાયામમાં પ્રવૃત્ત થાય છે, અને મૌન ઘારણ કરીને પર્વત તથા વનની ગુફાઓમાં પરિભ્રમણ કરે છે; તો પણ તેઓ શ્રી અર્હતે કહેલા આગમનું શ્રવણ કર્યા વિના સ્યાદ્વાદરૂપી આફવાક્યથી જ થઈ શકે તેવી સ્વભાવ તથા પરભાવની પરીક્ષા કરી શકતા નથી, અને સ્વસ્વભાવના અવબોધ વિના તેઓની કાર્યસિદ્ધિ પણ થતી નથી.... આ પ્રમાણે ગુરુના મુખથી અધ્યાત્મ સ્વરૂપ સાંભળીને પ્રતિબોધ પામેલા કુરુદત્તે દીક્ષા ગ્રહણ કરી. પછી શ્રતનો અભ્યાસ કર્યો. અને એકલ વિહારી પ્રતિમા અંગીકાર કરી. કોઈએ મૂનિના મસ્તક ઉપર માટીની પાળ બાંધી તેમાં ચિતાના બળતા અંગારા ભર્યા. મુનિએ સમતાભાવે ઉપસર્ગ સમ્યકુપ્રકારે સહન કરી દેહ ત્યાગી પરલોકે સિધાવ્યા.” -ઉપદેશ પ્રાસાદ ભા. ભાગ-૫ (પૃ.૧૭૬) બોઘામૃત ભાગ-૨' માંથી - ગમે તે કરે પણ જ્ઞાનીના બોઘ સિવાય મોહ જાય નહીં કેટલાકને શ્વાસ રોકે તેથી રિદ્ધિસિદ્ધિઓ પ્રગટે છે, તેથી જીવ અવળે રસ્તે ચઢી જાય. જ્ઞાનીની દોરવણી જો ન હોય તો ક્યાંય ને ક્યાંક માથું ભરાઈ જાય. જ્ઞાનીને આઘારે બઘા યોગ 292