________________ મન પોન નિરોઘ સ્વબોઘ કિયો, હઠજોગ પ્રયોગ સુતાર ભયો........... “મન પોન નિરોઘ સ્વબોઘ કિયો, હઠજોગ પ્રયોગ સુ તાર ભયો; જપ ભેદ જપે, તપ ત્યોંહિ તપે, ઉરસેંહિ ઉદાસી લહી સબપે.૨ અર્થ - “મન એટલે મન અને પીન એટલે પવનઃશ્વાસોચ્છવાસ. મનને બીજે ન જવા દેવા શ્વાસોચ્છવાસને રોક્યા. એમ મનનો નિરોઘ કર્યો. પણ તે યથાર્થ નહોતો. મનને યથાર્થપણે જાણ્યું નહીં, પણ દમન કર્યું. મનનું સ્વરૂપ શું છે તે જાણ્યા વિના કર્યું. જ્યારે એ મને છેતરશે, તે ખબર નથી. પોતાને શિખામણ આપે કે પાપ કરીશ તો નરકમાં જવું પડશે. માટે પાપ કરીશ નહીં એ સ્વબોઘ છે. હઠયોગ એટલે કાયા, વચન અને મનને રોકે, પરાણે વશ કરે. એમાં તલ્લીન થઈ ગયો. એ મારે કરવું જ છે, એવો હઠયોગ નિશ્ચય કરી એતાર થઈ ગયો. એ બધા પ્રયોગો જીવે સ્વચ્છેદે કર્યા. જપના અનેક ભેદો છે તે બઘા કર્યા. તપ પણ કર્યા. જેમ કોઈ પહેલે દિવસે એક ચોખાનો દાણો ખાય, પછી બીજે દિવસે બે દાણા ખાય એમ કરતાં પેટ ભરાય ત્યારે એક એક ઓછો કરવા માંડે. આવા તપ અનેક કર્યા. મનથી સર્વ બાહ્ય પદાર્થો પ્રત્યે ઉદાસીનતાથી વર્યો. કોઈથી બોલ્યો નહીં. એકલો ફર્યો. એમ અનેક પ્રકારે ઉદાસીનતા રાખી. આવું જીવે ઘણું કર્યું. પણ બધું “આપ કિયો' એટલે પોતાની મેળે સ્વચ્છેદે કર્યું.” પરા -પૂ.શ્રી બ્ર.જી.દર્શન (પૃ.૧૪૯) મન પોન નિરોઘ સ્વબોઘ કિયો, હઠ જોગ પ્રયોગ સુ તાર ભયો;”....... શ્રીમદ્ રાજચંદ્ર માંથી : શ્વાસનો જય સત્પષની આજ્ઞા વગર કરે તો સંસાર જ વધે “શ્વાસનો જય કરતાં છતાં સત્પરુષની આજ્ઞાથી પરામુખતા છે, તો તે શ્વાસજય પરિણામે સંસાર જ વધારે છે. શ્વાસનો જય ત્યાં છે કે જ્યાં વાસનાનો જય છે. તેનાં બે સાધન છે : સદુ ગુરુ અને સત્સંગ. (વ.પૃ.૧૮૯) ઉપદેશામૃત” માંથી - શ્વાસોચ્છવાસ રોકવા આદિ સાઘન કાંઈ ખપના નથી, બઘી કલ્પના છે “ત્રણ ચાર વરસ માહિત થવામાં ગળાય ત્યાર પછી ખબર પડે. વીતરાગ મારગ મહા ગંભીર છે, વેદાન્ત તો એના આગળ શું ગણતરીમાં? શ્વાસોશ્વાસ આદિ સાઘન કાંઈ ખપનાં નથી, કલ્પના છે. માનેલું બધું શું છૂટે?” (ઉ.પૃ.૬૪) 291