________________ આજ્ઞાભક્તિ - “યમ નિયમ” કાવ્યનું વિવેચન બોઘામૃત ભાગ-૨' માંથી : જ્ઞાની કહે કે તું દેહ નથી, પણ આત્મા છે, પણ એ માને નહી; એ સ્વચ્છંદ છે “પ્રશ્ન-સ્વછંદ એટલે શું? પૂજ્યશ્રી–પોતાને ગમે તેમ વર્તે જ્ઞાનીને ગમે તેમ ન વર્તે. પોતાને ફાવે તેમ વર્તે તે સ્વચ્છંદ. પોતાની ઇચ્છા આગળ કરે છે. જ્ઞાનીને તો એ જ કઢાવવું છે. તારી સમજણ ઉપર મૂક મીંડુ ને તાણ ચોકડી. જ્ઞાની કહે કે તું દેહ નથી, પણ આત્મા છે, પણ એ માને નહીં. એ સ્વચ્છેદ કહેવાય ને? બીજાં શું કહેવાય?” -બો.૨ (પૃ.૪૨). બોઘામૃત ભાગ-૩' માંથી - પોતાની ઇચ્છાએ અથવા ફુગુરુની આજ્ઞાએ કરેલા સાઘનનું ફળ સંસાર (1) “બીજાં સાઘન બહુ કર્યા, કરી કલ્પના આપ; અથવા અસદ્ગુરુ થકી, ઊલટો વધ્યો ઉતાપ.” “યમ નિયમ સંયમ આપ કિયો” એમાં જણાવેલાં સાઘનો સદ્ગુરુની આજ્ઞા વિના જીવે ઘણા કર્યા અને તેનું ફળ ચાર ગતિરૂપ પ્રત્યક્ષ દેખાય છે. તેથી મોક્ષ ન મળે તેવી રીતે કરેલા પ્રયત્નને બીજા સાઘન” કહ્યાં; “કરી કલ્પના આપ” એમાં સ્વચ્છેદે પ્રવૃત્તિ કરી એમ જણાવ્યું અથવા તો અસદ્દગુરુની આજ્ઞાથી કરેલાં સાધનથી પણ સંસારરૂપ ફળ પ્રાપ્ત થયું. જીવને ક્લેશિત કરવા સિવાય બીજું ફળ મળ્યું નહીં. શ્રીકૃષ્ણની સાથે વીરા સાળવીએ 18000 સાધુને વંદના કરી પણ શરીરને શ્રમ પડ્યો તે સિવાય બીજું કાંઈ ફળ મળ્યું નહીં, કારણ કે પોતાની મેળે દેખાદેખી, ભાવ વિના વંદનાઓ કરી હતી.” -બો.૩ (પૃ.૩૬૫) વનવાસ લિયો, મુખ મૌન રહ્યો, વૃઢ આસન પદ્મ લગાય દિયો.” 1 બોઘામૃત ભાગ-૨' માંથી - આત્માને ભૂલી બધું પુણ્ય માટે કર્યું. જ્ઞાની મળે તો સવળું થાય “સુખ દુઃખ બધું સહન કર્યું, પણ જેને માટે બધું કરવાનું હતું તેને ભૂલી ગયો. આસનને જોયું તો આસન લગાવતાં શીખ્યો. પણ આત્માને ભૂલીને એ કર્યું, તેથી ભૂલો પડ્યો. જિજ્ઞાસા હોય અને જ્ઞાની મળે તો સવળું થાય; નહીં તો અવળું થાય, આવું જાય.” -બો.૨ (પૃ.૬૮) - વનમાં જઈ, મૌન રહી, આસન વૃઢ લગાવી અષ્ટાંગયોગ સાધ્યા યોગના આઠ અંગ–યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ઘારણા, ધ્યાન અને સમાધિ છે. એ બધા મિથ્યાદર્શનસહિત કર્યા. પરંતુ સૂક્ષ્મબોઘ એટલે આત્મજ્ઞાનનો લક્ષ નહીં હોવાથી તે મોક્ષરૂપ ફળને આપનાર નહીં થયા. સંસારફળને આપનાર થયા.” 290