________________ ‘વનવાસ લિયો મુખ મૌન રહ્યો, દ્રઢ આસન પદ્મ લગાય દિયો’...... કોઈથી બોલે નહીં. નિરંતર મૌન ધારણ કર્યું. પણ આત્મજ્ઞાન ન હોવાથી મનમાં તો વિકલ્પરૂપ અંતર્વાચા ચાલુ જ રહી. પદ્માસન લગાવીને પણ બેસી ગયો. ચલાયમાન નહીં થયો. આ બધા સાઘનો જીવે સ્વચ્છંદપણે તો ઘણી વાર કર્યા છે.” 1aaaa -પૂ. શ્રી બ્ર.જી.દર્શન (પૃ.૧૪૯) “યમ નિયમ સંજમ આપ કિયો, પુનિ ત્યાગ બિરાગ અથાગ લહ્યો;”.. “શ્રીમદ્ રાજચંદ્ર' માંથી - સ્વચ્છેદ રોકે તો અવશ્ય જીવનો મોક્ષ થાય “રોકે જીવ સ્વચ્છેદ તો, પામે અવશ્ય મોક્ષ; પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ. 15 જીવ અનાદિકાળથી પોતાના ડહાપણે અને પોતાની ઇચ્છાએ ચાલ્યો છે, એનું નામ “સ્વચ્છેદ' છે. જો તે સ્વચ્છંદને રોકે તો જરૂર તે મોક્ષને પામે; અને એ રીતે ભૂતકાળ અનંત જીવ મોક્ષ પામ્યા છે. એમ રાગ, દ્વેષ અને અજ્ઞાન એમાંનો એક્ક દોષ જેને વિષે નથી એવા દોષરહિત વીતરાગે કહ્યું છે.” 15 (વ.પૃ.૫૩૪) “ઉપદેશામૃત' માંથી - પોતાની સમજ ફેરવી સપુરુષ પ્રમાણે કરવી; એ વિના કદી મોક્ષ નથી “દોષ તો અનંત પ્રકારના છે. તે સર્વ દોષના બીજભૂત મૂળ દોષ સ્વચ્છંદ, ઉદ્ધતપણું છે. તેના અંગભૂત એટલે સ્વચ્છંદના અંગભૂત દોષો ઘણા છે; જેવા કે હું જાણું છું, સમજો છું, અને તેના આઘારે પોતાની કલ્પનાનુસાર પરમાર્થનો નિર્ણય કરવો, પોતાની કલ્પનાનો નિર્ણય તે સાચો માનવો, સપુરુષોની સંમતિ વિના પરમાર્થ માર્ગની પોતે કલ્પના કરવી અને તે કલ્પના પ્રમાણે બીજાને પણ સમજાવવા, ઇત્યાદિ તથા ઇન્દ્રિયાદિ વિષયનું અતિ લોલુપીપણું, ક્રોધ, માન, માયાની મીઠાશ, ઇત્યાદિ દોષો આત્મામાંથી દૂર કરી, પોતાની સમજ ફેરવી સત્પરુષની સમજ અનુસાર પોતાની સમજ કરવી. એ વિના ત્રણે કાળમાં કલ્યાણનો, મોક્ષનો માર્ગ નથી.” (ઉ.પૃ.૧૧૭) પોતાની મતિકલ્પનાએ ઘર્મ આરાઘનથી મૂળ આત્મઘર્મ પામી શક્યો નહીં “આ જીવ અનાદિ કાળથી પોતાની મતિકલ્પનાએ ઘર્મ માની લઈ ઘર્મ આરાઘન કરવાનું પ્રયત્ન કરે છેજ. તેથી મૂળ ઘર્મને પામી શક્યો નથી. મિથ્યા મોહને લઈ અનંત સંસારમાં અનંતા જીવો પરિભ્રમણ કરે છે, તે પોતાના સ્વચ્છંદની કલ્પના છે. તે ભૂલ જિનાગમમાં વર્ણવેલી જ્ઞાની પુરુષે જોઈ, વિચારી, ટાળી પોતાના નિજભાવ મૂળ ઘર્મ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમાં પોતે પરિણમ્યા છે. તે જ કર્તવ્ય છે.” (ઉ.પ્ર.૧૧૪) 289