________________ ક - કરી છે 4. Men આજ્ઞાભક્તિ - “યમ નિયમ” કાવ્યનું વિવેચન fe તેને શિક્ષા કરવા શક્રેન્દ્ર માં છુ આ વ્રજ ફેંક્યું. પરંતુ કોઈનું જ સારી શરણ લઈને આટલા સુઘી તે આવી શક્યો લાગે છે. એમ વિચારતાં મહાપુરુષની આશાતના રખે થઈ જાય એવા ડરથી તે પોતે શસ્ત્ર પાછળ દોડ્યાં અને શ્રી ભગવંત મહાવીરની સમીપ પહોંચતા જ વ્રજને પકડી લીધું.” -ઓ.૩ (પૃ.૫૧૨) શ ) બધું આત્માને ભૂલીને કર્યું હવે બધું જ - આત્માર્થે જ કરવું - - “યમ નિયમ સંયમ આપ કિયો.” \( wifii >> જીવ અનંતકાળથી ભટકે છે. એ બઘાં સાઘન નથી કર્યા એમ નથી. જે દેખ્યું તે કરવા માંડ્યું. મુખથી મૌન રહ્યો. આસન પણ દ્રઢ લગાવ્યાં. પણ બધું આત્માને ભૂલીને કર્યું. હવે શું કરવું? તે કૃપાળુદેવે લખ્યું છે - “સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેનો થયો હોય, તે પુરુષે આત્માને ગવેષવો અને આત્મા ગવષવો હોય તેણે યમનિયમાદિક સર્વ સાઘનનો આગ્રહ અપ્રઘાન કરી, સત્સંગને ગજવો; તેમજ ઉપાસવો. સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાનો આત્મભાવ સર્વથા ત્યાગવો. પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરી પોતાની સર્વ શક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. તીર્થંકર એમ કહે છે કે જે કોઈ તે આજ્ઞા ઉપાસે છે. તે અવશ્ય સત્સંગને ઉપાસે છે. એમ જે સત્સંગને ઉપાસે છે, તે અવશ્ય આત્માને ઉપાસે છે અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે. (દ્વાદશાંગીનું સળંગ સૂત્ર)” (491). આ દ્વાદશાંગીનું સળંગ સુત્ર છે. આખી દ્વાદશાંગીનું એ જ કહેવું છે.” (બો.૨ 5.3) આસક્તિનો ત્યાગ એ જ ખરો વૈરાગ્ય વિરાગ એટલે શું? પાંચ ઇન્દ્રિયોના વિષયોની આસક્તિનો ત્યાગ તે ખરો વૈરાગ્ય છે. બને તેટલો ત્યાગ કરે અને જે છૂટે નહીં તેના પ્રત્યે વૈરાગ્ય રાખે. શરીર પ્રત્યે વૈરાગ્ય રાખે, આસક્તિ છોડે, મમતા ન કરે! દેહ તે હું નહીં એમ માને. જરૂર પડે તે વસ્તુ રાખે પણ આસક્તિ ન થવા દે, એ વૈરાગ્ય છે. પણ જીવે ખરો વૈરાગ્ય કર્યો નથી. સમજણ ન હોય ત્યાં સુધી વૈરાગ્ય નથી, પણ દ્વેષ છે.” વનવાસ, મૌન, પદ્માસન આદિ સાઘનો સ્વચ્છેદે અનેકવાર કર્યા વનવાસ લીઘો એટલે જ્યાં માણસો ન હોય એવા જંગલમાં રહ્યો. મુખ મૌન રહ્યો એટલે 288