________________ આજ્ઞાભક્તિ fe 1 આદિ વચનયોગની પ્રવૃત્તિમાં બંઘન હું કર્યા કરું છું. તેમજ નયન-વૃષ્ટિમાં ઝેર જ છે.” વિષયકષાયને પોષવામાં આંખો હું વાપર્યા કરું છું. જ્યાં જ્યાં નજર પડે છે * ત્યાં ત્યાં હું શુભાશુભ ભાવ કરી બંઘન કર્યા કરું છું. વળી સત્સંગ દુર્લભ હોવાથી જેમનામાં સાચી ભક્તિ નથી તેવા અણભક્તના સંગથી ઉદાસ, અળગો, મધ્યસ્થ રહેતો નથી. તેથી તેમના કુસંગનું ફળ પણ નિમિત્તને લઈને થાય છે. તેમજ ગૃહ કાર્યાદિકમાં પણ ભાવ મોળા નહીં પડવાથી તે બંઘના નિમિત્તમાં હું વસું છું. ભાવાર્થ - હે ભગવાન તારું સ્મરણ કેમ નથી રહેતું? તારી આજ્ઞા સમજાવનાર સદ્ગુરુ ભગવાન વિના મારું કલ્યાણ નથી. એમ ક્ષણે ક્ષણે મને સાંભરવું જોઈએ, તે પણ ફરતું નથી. ઊલટું વાજાળમાં હું માછલાની પેઠે બંઘન પામી હણાઉં છું અને નયન વિકારથી ઠાર ઠાર ભવ ઊભા થાય તેવાં બંઘનની કમાણી કરી રાચી રહ્યો છું. તારી આજ્ઞાને માન્ય કરનારા ભક્તજનોનો સંગ તે સત્સંગ છે, અને તે કર્મ આવતાં અટકાવી, જાના કર્મની નિર્જરા કરવામાં સહાયરૂપ નિમિત્તભૂત બને છે. પણ બીજા અણભક્ત એટલે અન્ય સંસારી જીવોને છોડીને કુટુંબ આદિ કાર્યને વેગળું કરીને, તેમાં ઉદાસ પરિણામ કરીને, સત્સંગની પ્રાપ્તિ થાય તો, તેમ બનવા સંભવ છે. પણ તેવુંય મારાથી હે પ્રભુ, બનતું નથી. મારું કુટુંબ, મારા સ્વજન પરિવારમાં જ હજી હું રાચી રહ્યો છું. તે ઉપરાંત દેહાભિમાનરૂપ બંધનથી પણ હું મુક્ત નથી, તે જણાવે છે - અહંભાવથી રહિત નહિં, સ્વઘર્મ સંચય નાહી; નથી નિવૃત્તિ નિર્મળપણે, અન્ય ઘર્મની કાંઈ. 12 અર્થ - હું સુખી છું, હું દુઃખી છું, હું રૂપાળો છું, હું બ્રાહ્મણ, પાટીદાર, વાણિયો છું, હું કર્તા છું, ભોક્તા છું, હું ઘર્મ કરું છું વગેરે પ્રકારે દેહાભિમાન કે હુંપણું દુઃખદાયી છે. તે પણ ટળ્યું નથી અને આત્મઘર્મ-સમ્યકજ્ઞાન, સમ્યદર્શન, સમ્યક્યારિત્રરૂપી સ્વધર્મોની પ્રાપ્તિ થઈ નથી. તે ગુણો મારામાં આવ્યા નથી. તેમજ પરવૃત્તિમાં પ્રવર્તતો હોવાથી 25 પ્રકારના સમકિતના દોષ છે તે સર્વ મળથી હું મૂકાયો નથી. ભાવાર્થ :- “સ્વધર્ષે નિધનં શ્રેય: પરથમ મચાવ:” -ભગવદ્ગીતા. શ્રીકૃષ્ણના આ વાક્યમાં પણ આત્મધર્મ, સમ્યક જ્ઞાનદર્શનચારિત્ર સહિત મરણ તે શ્રેયરૂપ ગણ્યું છે. અને તેથી વિપરીત સમાધિમરણ અટકાવનાર દેહાભિમાન, અને પરમાત્માના ઘ-ગુણોનું અજ્ઞાન ટળ્યું નથી. હમમાન ગતેિ, વિજ્ઞાને પરમાત્મનિ ! યત્ર યત્ર મનો યાત, તત્ર તત્ર સમાધય:” . આ સમાધિનાં કારણ જે સ્વધર્મ સંચય, પરમાત્માનું જ્ઞાન, ઘર્મ, લક્ષણનું થવું અને હુંપણું ગળી જવું, અહંભાવથી રહિત થવું, તે મારા ભાગ્યમાં ક્યાંથી? સંતુઘર્મથી ઊલટા અન્ય ઘર્મ-કુદેવ, કુગુરુ, કુઘર્મના સંગથી અને માન પોષવા આદિ વૃત્તિઓથી નિર્મળપણે હું છૂટ્યો નથી. કષાય શમે અને 460