________________ ભક્તિના વીસ દોહરા'ના અર્થ વિના ન રહેવું એમ મહાત્માઓની શિક્ષા છે.” - શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક 254. 3 આવી સ્વરૂપ મર્યાદારૂપી ઘર્મ પ્રમાણે વર્તવું. પણ તેવો ઘર્મ મારાથી પળાતોય નથી અને તે બદલ ખેદ કે વ્યાકળતા પણ રહેતી નથી. એ કેવાં ભારે કર્મ કહેવાં? જે બળતાં ઘરમાં બેભાન થઈને દોડે છે, તે કેવી રીતે બચે? તેવી મારી સ્થિતિ હે પ્રભુ લાગે છે. ત્રાસ રૂ૫ સંસાર પણ મને ત્રાસ ઉપજાવવાને બદલે તેમાંજ પકડી રાખે છે એ કેવા પ્રકારના કર્મ હશે તે આપ જાણો છો. કારણ કે આપ સર્વજ્ઞ છો. આવા ભયંકર દોષોથી બળતા કળિકાળમાં માત્ર પુરુષ જ શીતલ ઝાડની છાયા-કલ્પદ્રુમ સમાન છે. તેની સેવા પ્રાપ્ત કરવાથી સર્વ સાંપડશે એ ઉપાય સાચો છે. પણ તેમાં વિઘ્નો નડે છે તે જણાવે છે. સેવાને પ્રતિકૂળ છે, તે બંઘન નથી ત્યાગ; દેહેન્દ્રિય માને નહિ, કરે બાહ્ય પર રાગ. 10 અર્થ - મારું વીર્ય એટલું બધું હણાઈ ગયું છે કે મને બળતામાંથી બચવાના સપુરુષની સેવારૂપ ઉપાય સૂઝયા છતાં પ્રતિકૂળ સંજોગોને હું દૂર કરી શકતો નથી. મને કલ્યાણમાં વિઘ્ન કરતાં સ્વજન કુટુંબાદિ બંઘન, લોકલાજ આદિ બંધન, સંકલ્પ-વિકલ્પરૂપ બંઘન, દેહાભિમાનરૂપ બંઘન વગેરે બંધનો હું તજી શકતો નથી. વળી દેહ અને ઇન્દ્રિયો મને વિષય કષાયમાં દોરી જાય છે. મારું કહ્યું કરતી નથી અને બાહ્ય પદાર્થો ઉપર રાગદ્વેષ કરાવી બંઘન કરાવે છે. તેથી સપુરુષથી વિમુખ રહેવા જેવી મારી દશા વર્તે છે. આવી સ્થિતિમાં સત્પરુષનો કે કલ્યાણનો વિયોગ રહે તો શું કરવું? ભાવાર્થ - “બીજું કાંઈ શોઘ મા. માત્ર એક સપુરુષને શોધીને તેના ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વન્ય જા; પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. એક સપુરુષને રાજી કરવામાં, તેની સર્વ ઇચ્છાને પ્રશંસવામાં, તે જ સત્ય માનવામાં, આખી જીંદગી ગઈ તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પંદર ભવે અવશ્ય મોક્ષે જઈશ.”(વ.પત્રાંક 76) આવાં વચનથી સત્પની સેવાની પ્રતીતિ થાય છે. પણ મને ઉપર જણાવ્યા, તેનાં બંઘન નડે છે. તે મારાથી દૂર થતાં નથી. લોકને રૂડું દેખાડવા ઘણું મારે કરવું પડે છે. તેમજ દેહેન્દ્રિયોને પણ વશ રાખી શકતો નથી. તેથી સત્પરુષનો યોગ થતો નથી અને થાય તો તે અસંયમ, તેની ઓળખાણ પડવા જેટલી સારી યોગ્યતા આવવા દેતો નથી. મારી વૃત્તિઓ જ સંસારમાં રહે છે. ત્યાં હવે શું કરું? તે દર્શાવતા કહે છે : તુજ વિયોગ સ્કુરતો નથી, વચન નયન યમ નાહીં; નહિ ઉદાસ અનભક્તથી, તેમ ગૃહાદિક માંહીં. 11 અર્થ:- હે પ્રભુ, તારો યોગ પ્રાપ્ત થવો તે અમારા ઉદ્ધારનું નિઃશંક સાઘન છે અને તે આ કાળમાં દુર્લભ થઈ પડ્યો છે. તે આ કાળમાં તારો વિયોગ અમને હૃદયમાં સાલવો જોઈએ. વારંવાર મનમાં પ્રગટ થઈ આ ઉણપ અમારા અંતરમાં સ્ફરવી જોઈએ, તો જ તારા યોગની ભાવના રહે પણ તેમ બનતું નથી. ઊલટું જાણેલું, બોલી બતાવવામાં અથવા વાતચીત, પરકથા 459