________________ આજ્ઞાભક્તિ “શ્રવણ, કીર્તન, ચિંતવન, વંદન, સેવન, ધ્યાન; લઘુતા, સમતા, એકતા, નવધા ભક્તિ પ્રમાણ.” -બનારસીદાસ. ભાવાર્થ - ભક્તિમાર્ગ જ્ઞાનમાર્ગ કરતાં સુલભ છે. અને ઘણા વિચારવાન જીવોએ તેનો આશ્રય કર્યો છે, એ ભાવાર્થનું કહેવું સારું છે પણ મારો ભક્તિમાર્ગમાં પ્રવેશ નથી, હું તેથી અજાણ્યો છું. તેમ નથી આવડતાં ભજન કે સ્તવન તો પછી ભક્તિથી પ્રાપ્ત કરવા યોગ્ય સમ્યક્ દર્શન, સમ્યક્ જ્ઞાન, સમ્યક્ ચારિત્રરૂપ આત્મઘર્મની સમજ તો મને શાની હોય? તે સમજવા માટે જ્યાં સત્પરુષ વસતા હોય, સત્સંગની લહરીઓ છૂટતી હોય અને આત્માને સત્ રંગ ચઢાવે તેવો યોગ હોય તેવા તીર્થક્ષેત્ર સેવવાથી ભક્તિમાર્ગ સમજાશે; એમ જણાવે તો એટલું કહેવાનું છે કે મારે તેવાં સ્થાનમાં વસવાનો જોગ નથી, એટલું પણ મારા ભાગ્યમાં નથી. અને વળી “ગુરુગમે કરીને જ્યાં સુધી ભક્તિનું પરમસ્વરૂપ સમજાયું નથી, તેમ તેની પ્રાપ્તિ થઈ નથી, ત્યાં સુધી ભક્તિમાં પ્રવર્તતાં અકાળ અને અશુચિ દોષ હોય.” શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક 253 તેનો વિચાર લક્ષમાં રાખી જણાવે છે : કાળ દોષ કળિથી થયો, નહિ મર્યાદા ઘર્મ, તોય નહીં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ. 9 અર્થ - “વર્તમાન આ કાળમાં મોક્ષમાર્ગ બહુ લોપ” શ્રીમદ્ રાજચંદ્ર. આવા કળિકાળમાં અમુક કાળ ભક્તિ યોગ્ય છે કે અમુક કાળ શાસ્ત્રાભ્યાસ માટે અયોગ્ય છે એવી મર્યાદાઓ સદ્ગુરુના વિયોગ જેવા કાળમાં કેમ જાણી શકાય, અને ભક્તિમાર્ગમાં પ્રવર્તતા થતાં દોષો કેમ દૂર થાય? અથવા આ કળિકાળમાં આયુષ્ય બહુ ટૂંકુ હોય છે અથવા ચોતરફ વિષયકષાયને પોષે તેવા સંજોગો વધતા જાય છે. તે દોષોમાંથી બચવા મર્યાદા ઘર્મ એટલે વૃત્તિ સંક્ષેપ કરવાનાં સાધન તરીકે દિશા, દેશ, ઘન, આદિની વ્રત લઈને મર્યાદા કરવામાં આવે છે, તે પણ મારાથી બનતું નથી. તેમ છતાં મને કોઈ રસ્તો ન સૂઝે ત્યારે જે આકુળતા વ્યાકુળતા થવી જોઈએ તેની નિશાની સરખી જણાતી નથી, એ કર્મની કેટલી બધી બહોળતા (બાહુલ્યતા) છે. તે માત્ર તમે જ હે પ્રભુ! જાણો છો, જાઓ છો. ભાવાર્થ - સર્વકાળમાં સસ્તુરુષનો યોગ થવો દુર્લભ કહ્યો છે. તો આ ટુંડાઅવસર્પિણી (કળિ) કાળમાં તે અત્યંત દુર્લભ હોય એમાં નવાઈ નથી; તો ગુરુગમે ભક્તિનું સ્વરૂપ સમજાવું મહા દુષ્કર દેખાય છે. અને પ્રાયે સપુરુષના વિયોગ જેવા આ કાળમાં, આ ક્ષેત્રમાં દોષો જ જ્યાં ત્યાં ઊભરાય એ સ્વાભાવિક છે. તેમાંથી શી રીતે બચવું એ પ્રશ્ન થાય છે. તેનો ઉત્તર એ કે અલ્પ આયુષ્ય અને કુસંગ, વીર્યહીનતા, હીનપુણ્યતા વગેરે આ જમાનાના દોષોરૂપી અગ્નિથી લાગતા આ મનુષ્યભવરૂપી ઘરમાંથી બચાવાય તેટલું બચાવી લેવું, તેને માટે મર્યાદા ઘર્મ, દિશા, દેશ, ઘન, આહાર આદિમાં થતા દોષોનો વિચાર કરી, તેની વ્રત આદિથી સમ્યક્ મર્યાદા બાંથી વર્તવું. સમકિત સાથે પાંચ મહાવ્રત પાળવાં વગેરે મર્યાદા અથવા “કળિયુગ છે માટે ક્ષણવાર પણ વસ્તુ વિચાર 458