________________ ભક્તિના વીસ દોહરા'ના અર્થ ભાવાર્થ - હે ગુરુદેવ! તમારું માહાસ્ય અચિંત્ય છે, અપાર છે, મતિમાં હું / આવે તેવું નથી. તો તમારું ઓળખાણ કયે રસ્તે થાય? એક તો આપના પ્રત્યે ઉલ્લાસથી, પ્રેમથી હૃદય ભરપૂર થવાથી તન્મયતા અનુભવાય અથવા “જ્ઞાનસ્વરૂપ અનાદિ તમારું, તે લીધું તમે તાણી.”-આનંદઘનજી. એ જ્ઞાનના પ્રભાવથી, આત્મભાવના ભાવવાથી તમારું ઓળખાણ થાય. તેમ છતાં મારામાં તો આપના પ્રત્યેના પ્રેમનો એક છાંટોય દેખાતો નથી, તો પ્રફુલ્લિત કે ઉલ્લાસવાળા ભાવની તો શી વાત કરવી? એટલે ભક્તિમાર્ગથી પણ તરવાનો રસ્તો મારે માટે દેખાતો નથી. તેમ મારામાં પરમ પ્રભાવ-પ્રભાવિક જ્ઞાન કે પ્રબળ ક્ષયોપશમ અને વીર્ય વડે શુદ્ધ આત્મભાવના ભાવવા જેવી યોગ્યતા પણ નથી. તેવી અઘમ દશા હે પ્રભુજી મારી છે. તેના ઉત્તરમાં જો આપ એમ જણાવો કે સ્વરૂપ તો સદાય જેમ છે તેમ છે, અજર, અમર, અવિનાશી, અચળ છે, તેનો વિયોગ નથી. તેના ઉત્તરમાં જણાવવાનું કે - અચળ રૂપ આસક્તિ નહિ, નહિ વિરહનો તાપ; કથા અલભ્ય તુજ પ્રેમની, નહિ તેનો પરિતાપ. 7 અર્થ - આપે જે સ્વરૂપ દર્શાવ્યું તેની કૂઢ પકડ થતી નથી, તેમાં વળગ્યા રહેવાતું નથી; અથવા તો આપને દ્રઢતાથી વળગ્યા રહેવાતું નથી. અને આમ કલ્યાણના માર્ગનો વિરહ પડે છે તો પણ તેને માટે ખેદ થતો નથી. તેની તેજ ભાવનામાં રહેવું જોઈએ, તેના જ ઉચાટમાં રહેવું જોઈએ, તેની જ ઇચ્છા રહેવી જોઈએ, તેના માટે ઝૂરવું જોઈએ, તે પણ મારાથી હે ભગવાન, બનતું નથી. તેની ઝૂરણા માટે તો તેમ જેણે કર્યું છે અથવા એવો ઉત્કટ પ્રેમ જેને જાગ્યો છે કે જેને તેના વિના એક પળ પણ જીવવું તે મરણ કરતાં પણ અધિક દુઃખદાયી થઈ પડે છે તેવા આદર્શ પુરુષના પ્રેમની કથા અને દશાનો પરિચય થવો જોઈએ. પણ તમારો તેવો સ્વરૂપ પ્રત્યેનો પ્રેમ મને કોણ કહી બતાવે? તેની પણ પ્રાપ્તિ નથી. તો પણ જીવને તેનો ઉચાટ રહેતો નથી, વ્યાકુળતા આવતી નથી. આવા કલ્યાણના સાઘનો મને પ્રાપ્ત નથી થયાં તો મારે તરવાનો હવે કોઈ આરો છે? એના ઉત્તરમાં ભક્તિમાર્ગથી કલ્યાણ થશે, એમ કહો તો કહેવાનું કે : ભક્તિમાર્ગ પ્રવેશ નહીં, નહિ ભજન દ્રઢ ભાન; સમજ નહીં નિજ ઘર્મની, નહિ શુભ દેશે સ્થાન. 8 અર્થ - ભક્તિમાર્ગ મને પ્રાપ્ત થયો નથી, ભક્તિ કરવી, ભક્તિ કેવા પ્રકારે કરવી, ભક્તિનું સ્વરૂપ શું? વગેરે મને ખબર નથી. “ગુરુ ગમે કરીને ભક્તિનું પરમ સ્વરૂપ સમજાયું નથી.” તેમજ ભજન શાનું કરવું, કેમ કરવું, તેનું પણ ચોક્કસ ભાન મને નથી. વળી આત્મઘર્મની સમજ જ મને નથી. અને જ્યાં ગમે તે વાત સમજી શકાય તેવા પવિત્ર તીર્થક્ષેત્રે મારે વસવાનું બની શકતું નથી. તો શું કરવું? ૪પ૭