________________ આજ્ઞાભક્તિ fe અને જાગ્રત કરી ઋત ઉપર શ્રદ્ધા દૃઢ કરાવે એવો અચાનક યોગ પણ બનવાનું મારા ભાગ્યમાં હોય તેમ લાગતું નથી. આવી મારી અધમ દશા, હે પ્રભુજી, તમે જાણો છો. આવી પામરતા-કમનસીબમણું, લઘુતા, વિવેકપૂર્વક સ્મૃતિમાં રહે તો પણ હિતકારી છે, તે જણાવતાં કહે છે– ‘હું પામર શું કરી શકું', એવો નથી વિવેક; ચરણ, શરણ, ઘીરજ નથી, મરણ સુધીની છેક. 5 અર્થ - હું રાંક, પામર પ્રાણી કંઈ કરી શકવાને સમર્થ નથી કારણ કે હું કર્મથી બંઘાયેલો છું અને પરમાત્મા કર્મથી મુક્ત છે. તે અનંત વીર્યવંતા છે તેની આગળ મારી કોણ ગણતરી? આવો વિવેક મારામાં નથી. પણ આસપુરુષ સદ્ગુરુદેવનાં ચરણ - વચનામૃત - આજ્ઞા તે પ્રમાણે આટલા ભવમાં વર્તીશ, તેને શરણે આટલાં બાકી રહેલાં વર્ષ ગાળીશ, એટલું કરવાની પણ મારામાં ઘીરજ નથી, હિંમત નથી. | ભાવાર્થ :- મારાથી કાંઈ કોઈને માટે થઈ શકે તેમ નથી. સર્વ પોતપોતાના કર્માનુસાર જીવે છે. હું જ કર્મથી બંઘાયેલો છું તો મારાથી કર્મ ઉપરાંત બીજું શું થવાનું છે? જે કંઈ શુભ થતું હોય તે પણ કર્માનુસાર કે હરિ ઇચ્છાએ થાય છે, તેમાં મમત્વ માનવા જેવું કે અભિમાન કરવા જેવું નથી. અને અભિમાન કરીને માથે કુટુંબ, દેશ આદિનો ટોપલો ઉપાડી લેવાથી કર્મ વઘારવાનું નિમિત્ત ઊભું થાય છે. આવો સાચા ખોટાનો, હિત અહિતનો વિવેક-ભેદ સમજવાની શક્તિ મારામાં નથી. તેથી મારાથી કુટુંબ ચાલે છે, હું જ દાન-ધર્મ કરું છું; હું ન કરું તો કેમ આ બધો વ્યવહાર ચાલે? વગેરે પ્રકારે અભિમાન હે પ્રભુ! મારામાં વર્તે છે. પણ જો શરણ પ્રાપ્ત થાય તો અનાથપણું મટે. વિવેકજ્ઞાન ન હોય તો પણ એમ રહે કે તારા કહ્યા પ્રમાણે આટલો ભવ ગળાજો એવી ભાવનાથી દ્રઢ વર્તાય તો પણ શ્રેય થાય; પણ તેટલી ઘીરજ, હિંમત કે વીર્ય મારામાં નથી. આવો હું હીનવીર્ય-અશક્ત થઈ ગયો છું. તેનો હે પ્રભુ! તારા અનંત વીર્ય આદિગુણોની સ્મૃતિ જગાડશે એવો ભાવ જણાવતાં હવે કહે છે - અચિંત્ય તુજ મહાભ્યનો, નથી પ્રફુલ્લિત ભાવ; અંશ ન એકે સ્નેહનો, ન મળે પરમ પ્રભાવ. 6 અર્થ :- હે પ્રભુ! તારું માહાસ્ય એટલું બધું છે કે ત્યાં સુઘી મતિની ગતિ પહોંચતી નથી; અને તેથી જોઈએ તેવા ઉલ્લાસવાળો ભાવ જાગતો નથી. કારણ કે તે અનુભવની બહાર છે. જે જોયું નથી, જાણ્યું નથી, તેના ઉપર ઉલ્લાસ કેમ કરીને લાવું? જે પ્રેમ આવવો જોઈએ અથવા સંસાર પ્રત્યે જે પ્રેમ વર્તે છે તેનો એક અંશ પણ પરમાર્થ પ્રત્યે વર્તાતો નથી. અને પ્રેમ કે જ્ઞાન વિના તારી ઓળખાણ નથી. તેમજ જ્ઞાન પ્રભાવ પણ એટલો બધો નથી કે આલંબન વિના પ્રભુતાની કંઈ શ્રેયકારી ભાવના કરી શકાય. 456