________________ “ભક્તિના વીસ દોહરા'ના અર્થ જ્યાં અચળ થવું જોઈએ ત્યાં તેમ થતું નથી. આજ્ઞા હૃદયમાં સચોટ સ્થિર થવામાં હું કે મન વિધ્ધ કરે છે. તેમજ આપ પ્રભુ સાચા છો ને સાચો મોક્ષમાર્ગ બતાવો છો ) એટલો પણ વિશ્વાસ દ્રઢપણે મન ટકવા દેતું નથી; તો પછી પરમ આદર અને પરમ ભક્તિ મારામાં ક્યાંથી ઊગે? શ્રદ્ધા અને ભક્તિ વિના આજ્ઞા કેવી રીતે ઉઠાવાય? આમ આજ્ઞારૂપી ઘર્મનું મૂળ મારામાં સ્થિર ચોંટ્યું નથી તો ઘર્મનું પોષણ કેવી રીતે પામું અને શી રીતે સ્તુતિ કરું? આમ હોવા છતાં જો સત્સંગ કે સસેવા પ્રાપ્ત થાય તો સત્પરુષના યોગબળે મારું કામ થાય એવો વિચાર પ્રગટ કરતાં જણાવે છે : જોગ નથી સત્સંગનો, નથી સત્ સેવા જોગ; કેવળ અર્પણતા નથી, નથી આશ્રય અનુયોગ. 4 અર્થ - ‘ક્ષામપિ સન્નસંતરા, મતિ માવતરને નૌવા’ -શંકરાચાર્ય. સન - સપુરુષનો સમાગમ ક્ષણવાર થયો હોય તો પણ ભવસમુદ્ર તરવામાં તે નાવરૂપ થઈ પડે છે. પણ એવો સત્સંગનો જોગ મને પ્રાપ્ત નથી, તેમજ સત્પરુષની સેવાનો જોગ પણ મળ્યો નથી અથવા હું પુરુષની સેવા કરવાને માટે યોગ્ય-લાયક નથી, મારા એવાં અહોભાગ્ય નથી. તેમજ પ્રત્યક્ષ સગુયોગના અભાવે તેના વિરહમાં તે ભગવાનમાંજ તલ્લીનતા રહેવી જોઈએ, સર્વાશે સર્વસ્વ અર્પણ કરી વર્તવું જોઈએ તેમ પણ બનતું નથી. વળી તે પુરુષ સાચા છે, તેમને આશરે રહેવાથી મારું કલ્યાણ થશે એવો આશ્રય ભાવ, શરણ પણ ગ્રહણ થતું નથી. તેમજ પૂર્વિક ભાગ્યને બળે પ્રારબ્ધ યોગે પણ જોગાનુજોગ બનતો નથી. અચાનક વગર સમયે પૂર્વપુણ્યના યોગે સત્પરુષ પ્રાપ્ત થાય તેવી મન, વચન, કાયાની પ્રવૃત્તિ કે સ્વભાવ નથી. અથવા શંકા-સમાઘાન જેટલો પ્રશ્નોત્તર થઈ શકે તેવો યોગ પણ પ્રાપ્ત થયો નથી. ભાવાર્થ - “બહુ પુણ્ય કેરા પુંજથી, શુભ દેહ માનવનો મળ્યો.” -શ્રીમદ્ રાજચંદ્ર તેથી પણ વિશેષ પુણ્ય હોય તો આર્યભૂમિમાં જન્મ થાય. તેમાં પણ ઉત્તમ કુળ મળવું પણ દુર્લભ છે. અને સત્કર્મ પ્રાપ્ત કરાવે તેવા પુરુષનો સંગ એ તો મહાભાગ્યની નિશાની છે. તે ન હોય તો તેવા આસ પુરુષનો જેને રંગ લાગ્યો છે તેવા પુરુષનો સંગ, તે સત્સંગ પણ અતિશ્રેય કરનાર છે. મારા ભાગ્યમાં તો તે પણ નથી. તેમજ સાચી સેવા-કાં તો પુરુષની નિષ્કામ ભાવે સેવા અથવા સાચા ભાવથી પ્રતિમા આદિની સેવા કે આત્મભાવના, તેને માટે મારી લાયકાત નથી. તેવો જોગ નહીં બનવાથી મારાથી તે બનતું નથી. હું એટલો અભાગિયો છું કે મને તેવી સેવા પ્રાપ્ત થઈ નથી. તેમજ મન, વચન, કાયા સર્વયોગથી અર્પણભાવ કરી વર્તાતું પણ નથી. પરમાત્મામાં તલ્લીનપણે પણ રહેવાતું નથી. વળી ન વર્તાય તો તે મારો દોષ છે; પણ હું તેને આશરે હવેથી રહેવા ઇચ્છું છું એવો શરણભાવ પણ રહેતો નથી. અન્ય પુરુષો અને અન્ય ઘર્મો કે સંસારનાં કારણોમાં મહત્ત્વ હજુ રહ્યા કરે છે. તેમજ એવો કોઈ પ્રસંગ પણ બન્યો નથી કે જે ઘર્મના lઈ કાળે અનુકૂળતા પ્રાપ્ત થતાં ઘર્મરૂપી અંકુર ઊગી નીકળે 455